Video: અસાયડી ગામે મકાન અચાનક તૂટી પડયું

દાહોદના દેવગઢ બારીયામાં મકાન ધરાશાયી થયુ હતું.. અસાયડી ગામના ભૂત ફળિયામાં આવેલું એક મકાન રાત્રિના સમયે અચાનક તૂટી પડયું હતું. આ મકાનમાં બે ભાઈઓનો દસ સભ્યોનો પરિવાર રહેતો હતો. મકાન એકાએક ધરાશાય થતા પરિવારજનોમાં ભારે ભાગદોડ મચી ગઈ હતી અને સ્થિતિની ગંભીરતાને સમજી તમામ સભ્યો તાત્કાલિક ઘરની બહાર દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં આસપાસના ગ્રામજનો પણ સ્થળ પર દોડી આવ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની ન થતા પરિવારજનો અને ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો. અચાનક મકાન ધરાશાય થવા પાછળનું કારણ સ્પષ્ટ ન થયુ નથી..પરંતુ આ ઘટનાથી મકાન માલિકને મોટાપાયે નુકસાન થયું છે.
જાહેરાત














