Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : Fake army captain caught in Junagadh

અસલી ગુજરાતનું નકલી મોડલ! :નકલી પોલીસ, જજ, અદાલત, ટોલનાકા, સચિવ બાદ હવે નકલી આર્મી કેપ્ટન

Timeછેલ્લું અપડેટ : 06 Nov 2024
લાઇવ ટીવીGoogle News
અસલી ગુજરાતનું નકલી મોડલ! :નકલી પોલીસ, જજ, અદાલત, ટોલનાકા, સચિવ બાદ હવે નકલી આર્મી કેપ્ટન

ગુજરાતમાં નકલીની ભરમાર વચ્ચે હવે જુનાગઢમાંથી આર્મીનો નકલી કેપ્ટન ઝડપાયો છે અને તેણે અનેક યુવાનો સાથે નોકરી અપાવવાની લાલચ આપી છેતરપિંડી કરી લાખો રૂપિયા પડાવી લીધા છે.

App Store

પંજાબ જતા ટ્રેનમાં યુવકનો નકલી આર્મી કેપ્ટન સાથે ભેટો થયો

હાલ બેરોજગાર યુવાનોનો રાફડો ફાટ્યો છે. યુવાનો નોકરી મેળવવા માટે પ્રયાસો કરતા હોય છે પરંતુ સફળતા ન મળતા તે લાલચમાં આવી અંતે છેતરપિંડીનો ભોગ બને છે.  જૂનાગઢનો દિવ્યેશ નામનો યુવક ટ્રેનમાં પંજાબ તરફ જઈ રહ્યો હતો ત્યારે તેને આર્મીના કેપ્ટનના ડ્રેસમાં એક પ્રવીણ સોલંકી નામના યુવકનો ભેટો થયો હતો અને આ યુવકે પોતે આર્મીનો કેપ્ટન હોવાની ઓળખ આપી હતી. 

આ પણ વાંચો : રાજકોટમાં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ, સફાઈ કામદારે બનાવી હવસનો શિકાર

યુવકને રેલવેમાં લોકો-પાયલોટની નોકરી અપાવવાની લાલચ આપી

નકલી આર્મી કેપ્ટન બનેલા પ્રવીણ સોલંકીએ નોકરી અપાવવાની લાલચ આપી પોતાના અલગ અલગ આર્મીના ડ્રેસમાં ફોટો મોકલ્યા બાદમાં પગાર સ્લીપ પણ બનાવી તે પણ દિવ્યેશને મોકલી હતી. સાથે કે આર્મીની આઈકાર્ડ બતાવ્યું જેના લીધે દિવ્યેશ નામનો યુવક પ્રવીણ સોલંકીની જાળમાં આવી ગયો. ત્યારબાદ પ્રવીણ સોલંકીએ પોતે દિલ્હી NSAમાં ફરજ બજાવતો હોવાથી અનેક અધિકારીઓ સાથે સંપર્ક હોવાનું કહી દિવ્યેશને રેલવેમાં લોકો-પાયલોટની  નોકરી અપાવવાની લાલચ આપી હતી.

યુવક પાસેથી કટકે કટકે ત્રણ લાખથી વધુની રકમ પડાવી

પ્રવીણ સોલંકીએ કટકે કટકે  દિવ્યેશ પાસેથી ગુગલ પે મારફત ત્રણ લાખથી વધુની રકમ પડાવી લીધી. ત્યારબાદ દિવ્યેશને અલગ અલગ બહાના કાઢી સમય પસાર કરતો હતો. અંતે દિવ્યેશને જાણ થઈ કે પોતે છેતરપિંડીનો ભોગ બન્યો છે આથી તેણે પોલીસનો સંપર્ક કર્યો અને જુનાગઢ બી ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી અને નકલી આર્મીના કેપ્ટન પ્રવીણ સોલંકીની ધરપકડ કરી. પ્રવીણ સોલંકી મૂળ ગીરસોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના બાવાપીપળવા ગામનો છે. પોલીસે તેની પાસેથી આર્મીનો  કેપ્ટન રેન્કનો યુનિફોર્મ, આર્મી કેન્ટીનનું સ્માર્ટ કાર્ડ સહિતની વસ્તુઓ જપ્ત કરી છે. 

આ પણ વાંચો : રાજકોટમાં અલગ રહેતી પત્ની અને દિકરી પર રોષે ભરાઈને પતિએ માર્યા છરીના ઘા, ઘરમાં પણ કરી તોડફોડ

અનેક યુવકો નકલી આર્મી કેપ્ટનની છેતરપિંડીનો ભોગ બન્યાની આશંકા

પોલીસ તપાસમાં સામે આવ્યું કે પ્રવીણ સોલંકીએ આવી જ રીતે માંગરોળ, કેશોદ, માણાવદર સહિતના અનેક વિસ્તારોના આઠથી દસ જેટલા યુવકોને નોકરીની આપવાનું કહીને અંદાજિત દસ લાખથી વધુની રકમ પડાવી લીધી છે. હજી પણ અનેક યુવકો આ નકલી આર્મી કેપ્ટનની છેતરપિંડીનો ભોગ બન્યા હોવાની વિગતો ખૂલે તેવી શક્યતા છે.