રાજકોટ: અલગ રહેતી પત્ની અને દિકરી પર રોષે ભરાઈને પતિએ માર્યા છરીના ઘા, ઘરમાં પણ કરી તોડફોડ

રાજકોટના નવા થોરાળા વિસ્તારમાં પતિએ તેની પત્ની અને દિકરી પર જીવલેણ હુમલો કરવાની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે મહિલાઓને પતિ ઘણા સમયથી અલગ જ રહેતો હતો. બનાવ જ્યારે બન્યો ત્યારે તેનો પતિ ઘરમાં જ હાજર હતો અને તે સમયે કોઈ બાબતે ઘરમાં ઝઘડો થયો હતો. પતિએ ગુસ્સામાં આવીને ઘરમાં તોડફોડ પણ કરી હતી.
પતિએ પત્ની અને તેની દિકરી પર છરી અને લાકડીથી કર્યો હુમલો
સામાન્ય ઝગડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. પતિએ ઉશ્કેરાટમાં આવીને પત્ની અને તેની દિકરી પર છરી અને લાકડીથી જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનામાં બન્ને ગંભીર રીતે ઘાયલ થયા હતા.
આ પણ વાંચો: MAHISAGAR : વિધવાએ સમાજના ડરથી પ્રેમીથી જન્મેલા બાળકને ત્યજ્યું, માતા અને તેના પ્રેમીની ધરપકડ
માતા-પુત્રીને તાત્કાલિકના ધોરણે સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
ઘટનાની જાણ વાયુવેગે સમગ્ર વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી. માતા-પુત્રીને તાત્કાલિકના ધોરણે સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ પહોંચ્યો હતો, સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરીને તે દિશામાં તપાસ હાથ ધરી હતી.

