MAHISAGAR : વિધવાએ સમાજના ડરથી પ્રેમીથી જન્મેલા બાળકને ત્યજ્યું, માતા અને તેના પ્રેમીની ધરપકડ

Mahisagar News : મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર ગામમાં પાપ છુપાવવા નવજાત શિશુને ત્યજીદેનાર નિષ્ઠુર માતા અને તેના પ્રેમીની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આ નવજાત બાળકને બાળકોની હોસ્પિટલમાં સારવાર કરાવી હતી, જેનાથી હાલ બાળકનો જીવ બચાવી લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો : PSI પઠાણના મોતનું ઘૂંટાતું રહસ્ય, અકસ્માત સર્જનાર કાર અને ટ્રેલર ગુમ, સુરેન્દ્રનગર પોલીસે શરૂ કરી તપાસ
1 નવેમ્બરે મળી આવ્યું હતું નવજાત શિશુ
લુણાવાડા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તાર ના મલેકપુર ગામ પાસે આવેલ ઇંડિયન ઓઇલ પેટ્રોલપંપ પાસે આવેલ ડાંગરવાળા ખેતરમાં ઈલેક્ટ્રીક ડીપીની બાજુમાં જુના ખુલ્લા બોક્ષમાં અરક્ષિત નવજન્મેલ શિશુ પહેલી નવેમ્બરને શનિવારના રોજ મળી આવ્યું હતું. આ બાબતે લુણાવાડા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી Dy.SP કમલેશ વસાવાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ પોલીસની ટીમ બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી.
વિધવાએ સમાજના ડરથી પ્રેમીથી જન્મેલા બાળકને ત્યજ્યું
પોલીસે તપાસ કરતા અને ખાનગી રાહે બાતમી મળતા નવજાત શિશુને ત્યજી દેનાર માતા નયના શૈલેષ ધામોત અને તેના પ્રેમીની ધરપકડ કરી છે. પોલીસે પૂછપરછ કરતા જાણવા મળ્યું કે નયના શૈલેષ ધામોત વિધવા છે, આથી સમાજના ડરને કારણે પોતાનું પાપ છુપાવવા પ્રેમીથી જન્મેલા બાળકને ત્યજી દીધું હતું.

