Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Surendranagar Police has started an investigation into the death of PSI Pathan Javed Pathan

PSI પઠાણના મોતનું ઘૂંટાતું રહસ્ય, અકસ્માત સર્જનાર કાર અને ટ્રેલર ગુમ, સુરેન્દ્રનગર પોલીસે શરૂ કરી તપાસ

Timeછેલ્લું અપડેટ : 05 Nov 2024
લાઇવ ટીવીGoogle News
PSI પઠાણના મોતનું ઘૂંટાતું રહસ્ય, અકસ્માત સર્જનાર કાર અને ટ્રેલર ગુમ, સુરેન્દ્રનગર પોલીસે શરૂ કરી તપાસ

સુરેન્દ્રનગરના દસાડા તાલુકાના કઠાડા ગામમાં સ્ટેટ મોનીટરીંગ સેલના PSI જે. એમ. પઠાણના મોત મામલે હવે રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે. ગૃહમંત્રી હર્ષ સંઘવી આ ઘટનાને અકસ્માત ગણાવી રહ્યા છે, તો દસાડાના પૂર્વ કોંગી ધારાસભ્ય નૌશાદ સોલંકી આ ઘટનાને હત્યા ગણાવી રહ્યા છે. બીજી બાજુ આ ઘટનામાં ક્રેટા કાર અને ટ્રેલર ગાયબ છે. 

App Store

વિરમગામની સરકારી હોસ્પિટલમાં કરાયું પોસ્ટમોર્ટમ 

PSI જે. એમ. પઠાણના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વિરમગામની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો હતો અને ત્યાં જ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. SMCના અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અકસ્માતની આ ઘટનામાં બે પોલીસકર્મીઓને પણ ઈજા થઈ હતી.હત્યાના ઈરાદે સમગ્ર બનાવ બન્યો હોવાની આશંકા છે. 

PSI જાવેદ પઠાણનું ટ્રેલરથી ટક્કર વાગતા મોત થયું -  SP નિરલિપ્ત રાય

સ્ટેટ મોનિટરિંગ સેલમાં ફરજ બજવતા PSI જાવેદ પઠાણના મૃત્યુ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલના SP નિરલિપ્ત રાયે નિવેદન આપતા કહ્યું કે 4 નવેમ્બરના રોજ PSI પઠાણને બાતમી મળી હતી કે  સુરેન્દ્રનગરમાં દારૂની હેરાફેરી થવાની છે અને 4 ખાનગી માણસોને લઈને રેડ કરવા માટે ગયા હતા. SMCની એક ટીમ રેકી કરતી હતી, જ્યારે બીજી ટીમ વાહનોની ચેકિંગ કરતી હતી. દારૂ ભરેલી ગાડી નીકળે તો તેને અટકાવવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ તે દરમિયાન PSIનું ટ્રેલરથી ટક્કર વાગતા મોત થયું હતું.

બુટલેગરે PSI જે. એમ. પઠાણ પર ગાડી ચડાવી દીધી  -  નૌશાદ સોલંકી

સુરેન્દ્રનગરના દસાડા તાલુકાના કઠાડા ગામમાં સ્ટેટ મોનીટરીંગ સેલના PSI જે. એમ. પઠાણના મોત મામલે હવે રાજકારણ ગરમાયું છે. દસાડાના પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ આ અંગે ગંભીર આક્ષેપ કર્યા છે અને કહ્યું છે કે  PSI જે.એમ.પઠાણ એક બુટલેગરને ત્યાં રેડ કરવા ગયા હતા અને બુટલેગરે તેમના પર ગાડી ચડાવી દીધી હતી. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણ ભાંગી પડી હોય તે પ્રકારની પરિસ્થિતિ ઉભી થઈ છે. એક તરફ ધર્મના ઝનૂનમાં ગુજરાતને નશામાં રાખવામાં આવે છે.  યુવાધન નશામાં બરબાદ થઈ રહ્યું છે. 

અકસ્માત સર્જનાર કાર અને ટ્રેલર સહિતના વાહનો પણ ગાયબ

સુરેન્દ્રનગરના કઠાડા નજીક SMCના PSIનું અકસ્માતમાં મોત મામલે પોલીસ વિભાગ તરફથી તપાસ કરવામાં આવી રહી છે. સુરેન્દ્રનગર DSP સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. SMCના PSI પઠાણના મોતના મામલે રહસ્ય ઘૂંટાયું છે. બનાવ બાદ શંકાસ્પદ ક્રેટા કાર ગુમ છે. SMCનો સ્ટાફ શંકાસ્પદ વાહન ચેકીંગ કરી રહી હતી તે દરમ્યાન ઘટના બની હોવાનો તપાસમાં સામે આવ્યું છે. પોલીસની ટીમ ક્રેટા કારચાલકની શોધખોળ કરી રહી છે. અકસ્માત સર્જનાર કાર અને ટ્રેલર સહિતના વાહનો પણ લાપતા છે.

PSI જે.એમ. પઠાણને ગાર્ડ ઓફ ઓનર સાથે અપાઈ અંતિમ વિદાઈ

સ્ટેટ મોનિટરિંગ સેલના PSI જે.એમ. પઠાણની સાંજે 4 વાગ્યે દફનવિધિ શરૂ કરવામાં આવી. SMCના પોલીસ અધિકારીઓ પણ તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. અમદાવાદમાં જુહાપુરા સ્થિત તેમના નિવાસસ્થાને PSI જે.એમ. પઠાણને ગાર્ડ ઓફ ઓનર સાથે  અંતિમ વિદાઈ આપવામાં આવી. તેમની અંતિમવિધિમાં અનેક સગા-સંબંધીઓ, મિત્રો સાથે સ્ટેટ મોનીટરીંગ સેલના મોટા અધિકારીઓ અને પોલીસ સ્ટાફના માણસો પણ હાજર રહ્યાં હતા.