જે.પી.નડ્ડા 19 જાન્યુઆરીએ અમદાવાદની મુલાકાતે, વિવિધ કાર્યક્રમમાં આપશે હાજરી
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ગુજરાતના પ્રવાસે આવવાના છે. અમદાવાદ શહેર ભાજપ કાર્યાલય ખાનપુર ખાતે બેઠકોનો

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ગુજરાતના પ્રવાસે આવવાના છે. અમદાવાદ શહેર ભાજપ કાર્યાલય ખાનપુર ખાતે બેઠકોનો દોર શરૂ થયો છે. 19 જાન્યુઆરીએ જે.પી.નડ્ડા અમદાવાદ આવશે અને વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે.
19 જાન્યુઆરીએ અમદાવાદ આવશે જે.પી.નડ્ડા
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા 19 જાન્યુઆરીએ અમદાવાદ આવશે. અમદાવાદ ખાતે વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. જે.પી.નડ્ડા સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત બાપુનગર ખાતે આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપશે. આ સાથે જ અમદાવાદની એક હોટલમાં ડૉક્ટરો સાથે પણ સંવાદ કરશે.
જે.પી.નડ્ડાની મુલાકાત પહેલા બેઠકોનો દોર
જે.પી.નડ્ડાના અમદાવાદ પ્રવાસને લઇને બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેર ભાજપ કાર્યાલય ખાનપુર ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાના કાર્યક્રમને લઇને બેઠક મળી હતી.
આ પણ વાંચો: દિલ્હી ચૂંટણી: ભાજપની 9 ઉમેદવારોની વધુ એક યાદી જાહેર, સૌરભ ભારદ્વાજ સામે મહિલા ઉમેદવારને આપી ટિકિટ
બાપુનગર ખાતે સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત યોજાનાર કાર્યક્રમને લઇને બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. અમદાવાદ પૂર્વ,પશ્ચિમ લોકસભા અને વોર્ડ વાઇઝની તબક્કાવાર બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ખાનપુર ખાતે ભાજપ કાર્યાલયમાં યોજાયેલી બેઠકમાં સાંસદ, ધારાસભ્ય સહિતના હોદ્દેદાર હાજર રહ્.ાં હતા. બેઠકમાં વોર્ડ વાઇઝ લોકોને કાર્યક્રમ સ્થળે લાવવા માટે સૂચના પણ આપવામાં આવી હતી.








