મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં ઉજવાયો જસદણનો તહેવાર, ક્રિકેટ મેચ રમીને કરાવ્યા એકતાના દર્શન

સુરતમાં વસતા સૌરાષ્ટ્રીયન વારે તહેવારે એકઠાં થતાં હોય છે. જો કે, સતત ત્રીજા વર્ષે પણ સુરતના અલગ અલગ વિસ્તારમ

સુરતમાં ઉજવાયો જસદણનો તહેવાર, ક્રિકેટ મેચ રમીને કરાવ્યા એકતાના દર્શન

સુરતમાં વસતા સૌરાષ્ટ્રીયન વારે તહેવારે એકઠાં થતાં હોય છે. જો કે, સતત ત્રીજા વર્ષે પણ સુરતના અલગ અલગ વિસ્તારમાં વસતા જસદણ તાલુકાના રહીશો દ્વારા જસદણ તાલુકા ક્રિકેટ પ્રિમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ ગામના નામ  સાથેની ટીમોએ ભાગ લીધો હતો. આ ક્રિકેટરોને પ્રોત્સાહિત કરવા જસદણ તાલુકાના આગેવાનો, ઉદ્યોગપતિઓ અને લોકોએ પ્રેક્ષક તરિકે ભાગ લઈને એકતાના દર્શન કરાવ્યા હતાં. ત્રણ દિવસ સુધી ચાલેલા આ તહેવારમાં બિલરીઝા ટીમ વિજેતા થઈ હતી. વિજેતાઓને ટ્રોફિ આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

ક્રિકેટથી થયા એક

ન્યૂ દેવવીલા ગ્રાઉન્ડમાં 21મી માર્ચથી 23મી સુધી 3 દિવસ સુધી ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. અલગ અલગ ટીમોના ખેલાડીઓએ ટેનિસ બોલ ક્રિકેટ રમવાની સાથે ભલે સુરતમાં અલગ અલગ વસતા હોવા છતાં એકતાના દર્શન કરાવ્યાં હતાં. અલગ અલગ વ્યવસાય સાથે જોડાયેલા લોકોને ક્રિકેટની રમતે એક કર્યા હોય તેમ ત્રણ દિવસ સુધી ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે મૂળ જસદણ તાલુકાના પરંતુ સુરતમાં વસતા નાગરિકો એક થયા હતાં. સાથે ભોજન લીધા હતાં. તથા સુખ-દુઃખમાં તમામને સપોર્ટ કરવાની નેમ વ્યક્ત કરી હતી.

બિલરીઝા ટીમ બની વિજેતા

આયજકો વતી કેવલ રામાણીએ કહ્યું કે, અમે આ ત્રીજી વખત આયોજન કર્યું છે. અમને લોકોનો ખૂબ સપોર્ટ મળ્યો છે. જેટીપીએલની ફાઈનલ મેચ બ્લીસ બ્રિગેડ અને બિલરીઝા વચ્ચે યોજાઈ હતી. જેમાં બ્લીસ બ્રિગેડે 99 રન કર્યા હતાં. જેનો પીછો કરતાં બિલરીઝાએ જીત મેળવીને ટ્રોફિ પોતાના નામે કરી હતી. બ્લીસ વતી રવિ કાકડીયાએ 27 રન કર્યા હતાં. જ્યારે બિલરીઝાના બોલર કિશન રામાણીએ સુંદર બોલિંગ દ્વારા 3 વિકેટ ઝડપીને પોતાની ટીમને જીત અપાવી હતી. સાથે જ આ આયોજન જસદણના રહિશોનું હોવાથી આયોજનમાં સપોર્ટ કરનાર તમામને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. 

આ સમાચાર શેર કરો