મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

જસદણમાં 80 વર્ષના પિતાને બીજા લગ્નનની ના પાડતા પુત્રની ગોળી મારી હત્યા કરી

રાજકોટ જિલ્લાના જસદણમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં 80 વર્ષના પિતાન

જસદણમાં 80 વર્ષના પિતાને બીજા લગ્નનની ના પાડતા પુત્રની ગોળી મારી હત્યા કરી

રાજકોટ જિલ્લાના  જસદણમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં 80 વર્ષના પિતાને બીજા લગ્ન કરવાની ના કહેતા બે રાઉન્ડ ફાયરિંગ કરી પિતાએ પુત્રની હત્યા કરી દેતા સમગ્ર વિસ્તારમાં સોંપો પડી ગયો છે.  

જસદણના ગીતાનગર વિસ્તારમાં રહેતા કાઠી ક્ષત્રિય અગ્રણીની પિતાના હાથે હત્યા થઈ હતી જેમાં પ્રથમ એવી હકીકત સામે આવી હતી કે, જમીન બાબતેની માથાકૂટમાં પિતાએ પુત્રની હત્યા કરી હતી. પરંતુ મૃતકના પત્નીએ નોંધાવેલી ફરિયાદમાં હત્યાનું સાચું અને ચોંકાવનારું કારણ સામે આવ્યું છે. 80 વર્ષના વૃદ્ધ પિતા પત્નીના અવસાન બાદ બીજા લગ્ન કરવા ઇચ્છતા હોય પરંતુ પરિવારના સભ્યો અને પુત્ર તેનો વિરોધ કરતા હતો. દરમિયાન આ બાબતે ગઇકાલે બંને વચ્ચે ઝઘડો થતાં વૃદ્ધ પિતાએ બે રાઉન્ડ ફાયરિંગ કરી પુત્રની હત્યા કરી નાખી હતી. જે અંગે જસદણ પોલીસે ગુનો નોંધી હત્યારા પિતાને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી

હત્યાના આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ, જસદણમાં શક્તિમોલની પાછળ ગીતાનગરમાં રહેતા સેવાભાવિ કાઠી ક્ષત્રિય આગેવાન પ્રભાતભાઇ રામકુભાઇ બોરીયા (ઉ.વ 52) ની ગઇકાલે તેના પિતાએ જ ઝઘડો થયા બાદ હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં પિતા-પુત્ર વચ્ચે જમીન વાવવાને લઈ ઝઘડો થયો હોવાનું સામે આવ્યું હતું. પરંતુ આ મામલે મૃતકના પત્ની દ્વારા નોંધવવામાં આવેલી ફરિયાદમાં હત્યા પાછળ ચોંકાવનારું કારણ સામે આવ્યું છે.

મૃતકના પત્ની જયાબેન પ્રભાતભાઈ બોરીયા (ઉ.વ 50) દ્વારા જસદણ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે પોતાના સસરા રામભાઇ ઉર્ફે રામકુ આલેકભાઈ બોરીયા(ઉ.વ 80)નું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, સવારના દસેક વાગ્યે હું તથા મારા પતિ પ્રતાપભાઇ ઘરે હતા ત્યારે મારો પુત્ર જયદીપ બહાર દુકાને દૂધ લેવા માટે બુલેટ લઇને ગયો હતો સસરા રામભાઇ ઘરની બાજુમાં બીજું ઘર છે ત્યાં હતા હું તથા મારા પતિ બંને સસરાને ચા આપવા માટે ગયા હતા ત્યારે તેમના મકાનમાં ફળિયામાં લાદી નાખવાનું ફળિયા કામ કરતા ગોવર્ધનભાઇ (રહે જસદણ) વાળા હાજર હોય જેથી હું ચા આપી ઘરે ઘરે જવા સસરાના હોલ પાસે પહોંચતા બંદૂકના ફાયરિંગનો અવાજ આવ્યો હતો જેથી જોતાં મારા પતિ પ્રતાપભાઈ કણસતા હોય જેથી તુરંત દોડીને સસરાના ઘરમાં જતા દરવાજો બંધ હતો દરમિયાન બીજો ફાયરિંગનો અવાજ આવતા દરવાજો ખખડાવતા સસરાએ દરવાજો ખોલ્યો હતો અને હાથમાં કોઈ પિસ્તોલ જેવું હથિયાર હોય તે લઇ મારી પાછળ દોડતા હું ત્યાંથી અમારા મકાનના બંને દરવાજા બંધ કરી દીધા હતા. દરમિયાન મારો પુત્ર જયદીપ બુલેટ લઇ પરત આવતા આ વાત દીકરાને કરી હતી કે તારા પપ્પા પર તારા દાદાએ ફાયરિંગ કર્યું છે અને સીડીએથી જોતા મમારા પતિ લોહી લુહાણ હાલતમાં પડ્યા હતા અને સસરા બાજુમાં ટેબલ નાખી બેઠા હતા જેથી મારો પુત્ર જય દીવાલ કૂદીને સસરાના ફળિયામાં ગયો હતો અને ઘરનો બહારનો શેરીનો દરવાજો ખોલતા અહીં કાકાજી સસરા રણજીતભાઈ બેઠા હોય તેને જાણ કર્યા બાદ પતિને પ્રથમ જસદણ બાદમાં રાજકોટ હોસ્પિટલ લઇ જતા અહીં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

ફરિયાદીએ પોતાની ફરિયાદમાં હત્યાના આ બનાવવાના કારણ અંગે જણાવ્યું હતું કે, આજથી 20 વર્ષ પહેલા તેમના સાસુ ગુજરી ગયા હોય અને સસરાને બીજા લગ્ન કરવા હોય જે બાબતે તે ઘરના સભ્યો સાથે અવારનવાર ઝઘડો કરતા હતા અને ફરિયાદીના પતિ એટલે કે તેમના પુત્રને કહેતા હતા કે, હું તને તથા તારા ઘરના બધા સભ્યોને મારી નાખીશ તેવી ધમકી આપતા હતા તેમ જ અવારનવાર હથિયાર બતાવી ફાયરિંગ કરતા આટલી વાર લાગે તેમ કહી તેની સામે હથિયારતા તાકતા હતા. સસરાની ઉંમર 80 વર્ષ જેટલી હોય જેથી બીજા લગ્ન કરે તો ઘરની આબરૂ જાય જેથી પરિવારના બધા સભ્યો તેને બીજા લગ્ન કરવાની ના કહેતા હતા જેનો ખાર રાખી સસરા રામભાઈ ઉર્ફે રામકુભાઇએ સગા પુત્ર પર બે રાઉન્ડ ફાયરિંગ કરી તેની હત્યા નિપજાવી હતી.

બનાવ અંગે મૃતકના પત્નીની ફરિયાદ પરથી જસદણ પોલીસે ગુનો નોંધી પીઆઇ ટી.બી.જાનીની રાહબરી હેઠળ પી.એસ.આઇ એમ.ડી. વાઘેલા તથા ટીમે તપાસ હાથ ધરી હત્યારા પિતાને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

આ સમાચાર શેર કરો