મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

જસદણ: સંપતિમાં ભાગ માંગ્યો તો ઉશ્કેરાયેલા સગા પિતાએ જ હથિયારના ઘા મારી દીકરાની કરી હત્યા

ગુજરાતના જસદણમાં પિતા-પુત્રના સંબધને શર્મસાર કરતો કિસ્સો જસદણમાંથી સામે આવ્યો હતો. મળતા અહેવાલ પ્ર

જસદણ: સંપતિમાં ભાગ માંગ્યો તો ઉશ્કેરાયેલા સગા પિતાએ જ હથિયારના ઘા મારી દીકરાની કરી હત્યા

ગુજરાતના જસદણમાં પિતા-પુત્રના સંબધને શર્મસાર કરતો કિસ્સો જસદણમાંથી સામે આવ્યો હતો. મળતા અહેવાલ પ્રમાણે  જસદણમાં પિતાએ સંપતિ વિવાદમાં પુત્રની કરપીણ હત્યા કરી નાખી હતી. જસદણના ગીતાનગરમાં રહેતા પારિવારીક ઝઘડાનું વરવુ સ્વરૂપ સામે આવ્યું હતું.

યુવાનને તેના પિતાએ જ તિક્ષ્ણ હથિયારના ઘા માર્યા

યુવાનને તેના પિતાએ જ તિક્ષ્ણ હથિયારના ઘા માર્યા હતા. આધેડનો પુત્ર કણસતો રહ્યો છતાં શખ્સે સહેજ પણ દયા આવી નહોતી. યુવાનને સારવાર મળે તે પહેલાં જ કરૂણ મોત નિપજ્યું હતું.

પુત્રની હત્યા કરનાર આધેડ પિતાની ધરપકડ 

સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પોલીસે પુત્રની હત્યા કરનાર આધેડ પિતાની ધરપકડ કરી હતી. ધરપકડ કર્યા બાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે.

આ સમાચાર શેર કરો