Video: જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ૪૨૫ વાહનોમાં ૩૦ હજાર ગુણી મગફળી ઠલવાતા આવક બંધ

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ગત રાત્રે આઠ વાગ્યાથી આવક ખુલ્લી મુકાતા જામનગર ઉપરાંત મોરબી, મહુવા, કેશોદ, દ્વારકા અને અમરેલી પંથકમાંથી ૪૨૫ વાહનોમાં અંદાજે ૨૯ થી ૩૦ હજાર ગુણી મગફળી ઠલવાઈ હતી.ત્રણથી ચાર દિવસ સુધી હરાજી ચાલે તેટલો જથ્થો એકત્ર થઈ જતાં આજ સવારથી મગફળીની આવક સદંતર બંધ કરી દેવાઈ છે, જે જૂના જથ્થાના નિકાલ બાદ ફરી શરૂ કરાશે.અન્ય યાર્ડની સરખામણીએ અહીં ૯ નંબર મગફળીનો પ્રતિ મણ રૂપિયા બે હજાર 805 નો સર્વોચ્ચ ભાવ મળતા વેચાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.
જાહેરાત
















