Video: જામનગરના લાલપુરમાં AAPના સ્નેહમિલનમાં ઈસુદાન ગઢવીના પ્રહાર, ગુજરાતના ખેડૂતો અને જમીન મુદ્દે નિવેદન

સોર્સ: gstv

લાલપુરમાં આયોજિત AAPના સ્નેહમિલનમાં ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે દુનિયાભરના ખેડૂતો આગળ વધી રહ્યા છે, ત્યારે ગુજરાતના ખેડૂતોની સ્થિતિ માટે નેતાઓના મૌન માટેપ્રજા જવાબદાર છે. તેમણે આક્ષેપ કર્યો કે કંપનીઓએ અનેક જમીનો લઈ લીધી છે.. બીજી તરફ જામખંભાળિયા અને આસપાસના વિસ્તારોમાં ધારાસભ્ય હેમંત ખવાની કામગીરીના લોકો વખાણ કરતા હોવાનો દાવો કરતા કહ્યું કે તેમણે ખેડૂતોને પાણી પહોંચાડ્યું અને 125 જેટલા રસ્તાઓના કામ કરાવ્યા છે. અન્ય નેતાઓને મળવું મુશ્કેલ હોય છે, જ્યારે તેમના ધારાસભ્યો સામે ચાલીને લોકોને મળવા જાય છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત