મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વિધાનસભામાં શિક્ષકોની ગેરહાજરી અને વિદેશ પ્રવાસનો મુદ્દો ગાજ્યો, 3 વર્ષમાં 134 શિક્ષકો બરતરફ કરાયા

Gujarat Legislative Assembly : આજથી ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસીય સત્ર

વિધાનસભામાં શિક્ષકોની ગેરહાજરી અને વિદેશ પ્રવાસનો મુદ્દો ગાજ્યો, 3 વર્ષમાં 134 શિક્ષકો બરતરફ કરાયા

 Gujarat Legislative Assembly : આજથી ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસીય સત્ર શરૂ થઇ ગયું છે. આજે ગૃહમાં શિક્ષકોને ગેરહાજરી અને વિદેશ પ્રવાસ મુદ્દે ટૂંકી રજૂઆત કરવામાં આવી હતી. દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર દ્વારા વિધાનસભામાં રજૂઆત કરવામાં આવી હતી કે રાજ્યના શિક્ષકોની ઘટ હોવા છતાં શિક્ષણ વિભાગ જાગતું નથી અને મીડિયામાં મુદ્દો ઊભો થયા બાદ શિક્ષણ વિભાગ જાગ્યું છે. આ ઉપરાંત શિક્ષકોની ગેરહાજરીને મુદ્દે કહ્યું હતું કે જવાબદાર શિક્ષણ અધિકારીઓ સામે પગલાં લેવામાં આવે. 

શિક્ષણ મંત્રી ડો.કુબેર ડિંડોરે આપ્યાં જવાબ 

જવાબ આપતાં મંત્રી ડો.કુબેર ડિંડોરે જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લાની સરકારી પ્રાથમિક શાળામાં કુલ 12 શિક્ષકો અને પાટણ જિલ્લામાં 7 શિક્ષકો ગેરહાજર છે, જેમાંથી એકપણ શિક્ષક પગાર મેળવતા નથી. બનાસકાંઠામાં ગેરહાજર 12 શિક્ષકોમાંથી 6 શિક્ષકો વિરૂદ્ધ નિયમ અનુસાર કાર્યવાહી કરીને બરતરફ કરવામાં આવ્યા છે, જ્યારે બે શિક્ષકોના રાજીનામા મંજૂર કરવામં આવ્યા છે. બાકીના 4 શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જ્યારે પાટણના બંને શિક્ષકો એનઓસી લીધા બાદ વિદેશ ગયા હોવાથી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. 

છેલ્લા ત્રણ વર્ષમાં 134 શિક્ષકો બરતરફ

શૈલેષ પરમારે કહ્યું હતું કે રાજ્યમાં ગણિત-વિજ્ઞાનના શિક્ષકો વધુ પ્રમાણમાં ગેરહાજર છે. શિક્ષકોની ગેરહાજરી અંગે પૂછવામાં આવેલા પેટા પ્રશ્નના જવાબમાં મંત્રીએ કહ્યું હતું કે વર્ષ 2019 થી 2022 દરમિયાન ઓનલાઇન હાજરીની વિગતોના આધારે ગેરકાદેસર રીત ગેરહાજર શિક્ષકોની માહિતી મંગાવી તેમના વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે. છેલ્લા ત્રણ વર્ષમાં વિદેશ પ્રવાસ અને ગેરહાજર રહેતા કુલ 134 શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યા છે. 

શિક્ષકો ગેરહાજર, અધિકારીઓ અમારું માનતા નથી - MLA અમૃતજી ઠાકોર

ચાણસ્માના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે જણાવ્યું કે મારા વિસ્તારમાં કેટલાય 6-7 મહિનાથી શિક્ષકો ગેર હાજર રહે છે, શિક્ષણ અધિકારીઓને રજૂઆત કરવા છતાં કાર્યવાહી કરવામાં આવી નથી. શિક્ષક જો ત્રણ મહિનાથી વધુ સમય માટે વિદેશ જતા હોય તો બાળકોના શિક્ષકોના ભવિષ્યનું શું? સરકાર એમના માટે શિક્ષકોની વ્યવસ્થા કેમ નથી કરતી? અધિકારીઓ અમારું માનતા નથી .

આ બાબતે શિક્ષણ મંત્રી ડો.કુબેર ડિંડોરે જણાવ્યું કે અમે સમયસર કેલેન્ડર મેળવી રહ્યા છે. શિક્ષણ વિભાગ બદનામ થાય છે, માત્ર 1% ગેરહાજર રહેનાર શિક્ષકોને કારણે. આવનાર સમયમાં વિભાગ કાર્યવાહી કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો