મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સગીરા પર દુષ્કર્મના 4 કિસ્સામાં ધરપકડ અને સારી કામગીરી બદલ ઇન્સ્પેકટર જે.વી રાઠોડ અને ટીમને મળશે ઇનામ

અમદાવાદ: દુષ્કર્મ અને પોક્સો જેવા ગંભીર ગુનામાં સારી કામગીરી કરીને આરો

સગીરા પર દુષ્કર્મના 4 કિસ્સામાં ધરપકડ અને સારી કામગીરી બદલ ઇન્સ્પેકટર જે.વી રાઠોડ અને ટીમને મળશે ઇનામ

અમદાવાદ: દુષ્કર્મ અને પોક્સો જેવા ગંભીર ગુનામાં સારી કામગીરી કરીને આરોપીને વધુમાં વધુ સજા આપવવા બદલ ડીસીપી બલદેવ દેસાઈ દ્વારા પોલીસકર્મીઓને કામગીરી માટે પ્રોત્સાહન મળે તે માટે સરકાર તરફથી ઇનામ મળી રહે તેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

ઓઢવ, રખિયાલ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2021થી 2022 સુધીમાં સગીરા પર અત્યાચાર ગુજારનારા નરાધમોની ધરપકડ કરીને કોર્ટમાં રજુ કર્યા બાદ વધુમાં વધુ સજા મળી રહે તેના માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હોય તેવા પોલીસ ઇન્સ્પેકટર જે.વી રાઠોડ અને તેમની ટીમના મહિલા કોન્સ્ટેબલ સહીતના સ્ટાફને ઇનામ મળી રહે તેના માટેનો રીપોર્ટ ડીસીપીએ ઉચ્ચ પોલીસ અધિકારીઓને મોકલી આપ્યો છે. 

2010ની બેન્ચના ઇન્સ્પેકટર જે.વી.રાઠોડ અને તેમની ટીમે પોક્સો એક્ટના કેસોની ઝીણવટપૂર્વક તપાસ કરીને આરોપીને વધુમાં વધુ સજા મળી રહે તેના માટેના પ્રયાસો હાથધર્યા હતા. વર્ષ 2021થી લઈને 22 સુધીમાં કુલ 04 કેસોનો રીપોર્ટ ડીસીપી બલદેવ દેસાઈની ઓફિસે બનાવ્યો છે. જેમાં ઇન્સ્પેકટર અને તેમની ટીમે ખંત પૂર્વક કામગીરી કરીને આરોપી વિરુદ્ધના તમામ પુરવા એકત્ર કરીને આરોપીને વધુમાં વધુ સજા થાય તે મુજબના પ્રયાસો કરીને દુષ્કર્મ ગુજારનાર નરાધમોને સજા અપાવી હોવાના કિસ્સા ધ્યાને આવ્યા છે. 

પ્રથમ ઘટના:

ઓઢવમાં પરિવાર સાથે રહેતી 14 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ ગુજારીને ગર્ભવતી બનાવી દેવાના કિસ્સામાં ઇન્સ્પેકટર જે.વી રાઠોડ અને તેમની ટીમે આરોપી રાજેશ ઉર્ફે રાજા કેવટની ધરપકડ કરીને 50 જેટલા સાક્ષીઓના નિવેદન અને પુરવા એકત્ર કરીને 09 દસ્તાવેજી પુરવાઓ કોર્ટ સમક્ષ રજુ કર્યા હતા ત્યારબાદ નામદાર કોર્ટે આરોપીને 20 વર્ષની સજા ફટકારી હતી.

બીજી ઘટના:

રખિયાલમાં વર્ષ 2021માં સામન્ય પરિવારની 16 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ ગુજારીને આરોપી ફરાર થઇ ગયો હતો આ મામલે આરોપી વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને પોલીસે સોહિલ સિંધી (ઉ,33) ની ધરપકડ કરીને, કોર્ટ સમક્ષ રજુ કર્યા બાદ 10 વર્ષની સજા નામદાર કોર્ટે ફટકારી હતી.

ત્રીજી ઘટના:

રખિયાલમાં વર્ષ 2022માં પરિવાર સાથે રહેતી સગીરાને તેની જ ચાલીમા રહેતા યુવકે ઘરે બોલાવીને દુષ્કર્મ આચર્યું હતું. જે મામલે ફરિયાદ નોંધાયા બાદ રખિયાલ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટર જે.વી રાઠોડ અને તેમના સ્ટાફે તાત્કલિક આરોપી બિલાલ રાજપૂત (ઉ,33) ની ધરપકડ કરીને ગુનાના કામે કોર્ટમાં રજુ કર્યો હતો. નામદાર કોર્ટે આરોપીને દુષ્કર્મ અને પોક્સો એક્ટ મુજબ 08 વર્ષની સજા ફટકારી હતી. 

ચોથી ઘટના:

અમરાઈવાડીમાં માતાપિતા સાથે રહેતી 07 વર્ષની સગીરાને પાડોશમાં રહેતા યુવકે મોબાઈલમાં બિભત્સ ફોટા બતાવીને બાળકીના ગુપ્ત ભાગને બહાર કાઢીને અડપલા કરતો હતો. આરોપી બાળકીને ધમકી આપતો કે આ અંગે કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાંખવાની ધમકી આપતો હતો. આ અંગે બાળકીએ પરિવારને જાણ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ તપાસ અધિકારી પોલીસ ઇન્સ્પેકટર જે.વી.રાઠોડ અને તેમની ટીમે આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં તમામ સંયોગિક પુરાવા સાથે રજુ કરતા નામદાર કોર્ટે આરોપીને 20 વર્ષની સજા ફટકારી છે.

આ સમાચાર શેર કરો