મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટમાં આશાવર્કરનું મોત કેવી રીતે થયું?, તપાસના આદેશ અપાયા

રાજકોટ શહેરમાં કોઠારીયા વિસ્તારમાં ફરજ બજાવતા આશાવર્કર નયનાબેન મોલિયાનું તાવ આવ્યાં બાદ મોત થયું છે,

રાજકોટમાં આશાવર્કરનું મોત કેવી રીતે થયું?, તપાસના આદેશ અપાયા

રાજકોટ શહેરમાં કોઠારીયા વિસ્તારમાં ફરજ બજાવતા આશાવર્કર નયનાબેન મોલિયાનું તાવ આવ્યાં બાદ મોત થયું છે, જો કે એક કારણ એ પણ આપવામાં આવી રહ્યું છે કે આ મહિલાનું ડેન્ગ્યુને કારણે મોત થયું છે. આ સમગ્ર મામલે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીએ નિવેદન આપ્યું છે. 

સમગ્ર મામલે તપાસના આદેશ અપાયા

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વાકાણીએ આ મામલે નિવેદન અપાતા કહ્યું કે આશાવર્કર નયનાબેન મોલિયાનું શંકાસ્પદ ડેન્ગ્યુના કારણે મોત થયું છે. જો કે અમને રજૂઆત મળી છે કે મેડિકલ ઓફિસર દ્વારા જોહુકમશાહી કરવામાં આવી હતી. આશાવર્કરના મોત મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. 

મહિલાના શરીરમાં પ્લેટલેટ ઘટી ગયા હતા 

આશાવર્કર મહિલા નયનાબેન મોલિયાને મેડિકલ ઓફિસરે મિટિંગમાં આવવા માટે જણાવ્યું હતું,   તેઓ બીમાર હોવા છતાં  તેમને  રજા આપી ન હતી. આ આશાવર્કર મહિલાના શરીરમાં લોહીમાં પ્લેટલેટ ઘટી ગયા હતા જેના કારણે શંકાસ્પદ ડેન્ગ્યુથી મોત થયું છે. 

બીમાર હોવા છતાં મેડિકલ ઓફિસરે રજા ન આપી

આ મામલે કોઠારીયા આરોગ્ય કેન્દ્રમાં 17 વર્ષથી ફરજ બજાવતી એક મહિલા ભારતીબેન સોલંકીએ જણાવ્યું હતું કે મૃતક મહિલા છેલ્લા 7-8 વર્ષથી   કોઠારીયા આરોગ્ય કેન્દ્રમાં આશાવર્કર તરીકે કામ કરતા હતા. 12 તારીખે આશાવર્કર નયનાબેન બીમાર હતા. છતાં તેમને દૂરના કામ આપવામાં આવતા હતા. તેમની તબિયત સારી ન હોવા છતાં મેડિકલ ઓફિસરે 14 તારીખે મિટિંગમાં ગોળી ખાઈને પણ ફરજીયાત હાજર રહેવા દબાણ કર્યું હતું. ત્યારબાદ આ મહિલાની તબિયત વધુ ખરાબ થતા રિપોર્ટ કરવામાં આવ્યાં હતા, જેમાં ડેન્ગ્યુ થયો હોવાનું સામે આવ્યું હતું. 

આ સમાચાર શેર કરો