આસામમા ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટમાં સુરતનું નામ ચમક્યું, વિજ્ઞાન કવિને સાયન્સ લિટરેચર એવોર્ડ એનાયત
આસામમાં આઈ આઈ ટી ગૌહાટી ખાતે ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટ -2024નું આયોજન થયું હતું.

આસામમાં આઈ આઈ ટી ગૌહાટી ખાતે ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટ -2024નું આયોજન થયું હતું. એમાં વિવિધ 25 જેટલા વિભાગો પૈકી સાયન્સ લિટરેચર ફેસ્ટના બે વિભાગોમાં એક્સપર્ટ વક્તા તરીકે મનસુખ નારીયાને નિમંત્રણ મળ્યું હતુ. સાથે જ તેમને સાયતન્સ લિટરેચર એવોર્ડ એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યાં છે.
આ પણ વાંચોઃ દક્ષિણ ગુજરાત ઠુંઠવાયું, સુરત-નવસારીમાં પારો 7થી 10 ડિગ્રી ગગડ્યો, જાણો ઠંડીની આગાહી..
પ્રેઝન્ટેશન રજૂ કરાયું
7 વૈજ્ઞાનિકો- એક્સપર્ટસની પેનલ સાથે નારિયાએ કોમ્યુનેટિંગ સાયન્સ ઈન ઈન્ડિયન લેંગ્વેજીજ એન્ડ હિસ્ટ્રી ઓફ ગુજરાતી સાયન્સ લીટરેચર વિષય પર પોતાનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. જેને વૈજ્ઞાનિકો એક્સપર્ટ અને ડેલીગેટ્સ દ્વારા ખૂબ જ સરાહના કરવામાં આવી હતી. વૈજ્ઞાનિક ડો. માધવ ગોવિંદના હસ્તે મનસુખભાઇનું સાલ, પુરસ્કાર, સ્મૃતિ ભેટથી સન્માન કરવામા આવ્યું હતું.
વિજ્ઞાન સાહિત્ય પુરસ્કાર
વિજ્ઞાન કવિ સંમેલન "વિજ્ઞાનીકા" માટે દેશમાંથી ચાર વિજ્ઞાન કવિઓ પૈકી સુરત,ગુજરાતના વિજ્ઞાન કવિ મનસુખ નારીયાની પસંદગી કરવામાં આવી હતી. તેમણે રજૂ કરેલ અનોખી વિજ્ઞાન કવિતાઓ અને રજૂઆતની આગવી શૈલીને લીધે કવિ સંમેલનના ચેર પર્સન સાહિત્ય રસીક વૈજ્ઞાનિક સહિત દેશભરના ડેલિગેટ્સ દ્વારા ખૂબ સારા પ્રતિસાદ મળ્યા હતા.નારીયાની વિજ્ઞાન પ્રવૃતિઓ અને વિજ્ઞાન સાહિત્ય બદલ તેમને "વિજ્ઞાન સાહિત્ય પુરસ્કાર" એનાયત કરવામાં આવ્યો હતો.








