જૂનાગઢ મહાનગરપાલિકામાં મોટો અપસેટ, ગિરીશ કોટેચાના પુત્રને હરાવનાર અપક્ષ ઉમેદવારે કર્યા કેસરિયા
જૂનાગઢ મહાનગરપાલિકામાં મોટો અપસેટ સર્જાયો છે. ભાજપના દિગ્ગજ નેતા ગ

જૂનાગઢ મહાનગરપાલિકામાં મોટો અપસેટ સર્જાયો છે. ભાજપના દિગ્ગજ નેતા ગિરીશ કોટેચાના પુત્રને હરાવનાર મહિપતસિંહ બસીયાએ કેસરિયો ધારણ કર્યો છે. અપક્ષ ઉમેદવાર મહિપતસિંહ ગિરીશ કોટેચાના પુત્રને હરાવીને ચૂંટણી જીત્યા હતા.
ગિરીશ કોટેચાના દીકરાને હરાવનાર ભાજપમાં જોડાયા
જૂનાગઢ મહાનગરપાલિકા વોર્ડ નંબર-9માં પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચા સામે મહિપતસિંહ બસીયાની જીત થઇ હતી. જોકે, જીત બાદ ગણતરીના સમયમાં જ મહિપતસિંહે ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. આકાશ કટારાએ મહિપતસિંહ બસિયાને ભાજપનો ખેસ પહેરાવ્યો હતો. આ સાથે જ તેમણે કહ્યું કે, મે જે ધાર્યુ હતું તે મળી ગયું અને હવે જે કરવું હતું તે કરી લીધુ છે.
જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થિતિ
જૂનાગઢ મહાનગરપાલિકામાં 60 બેઠકમાંથી ભાજપે મોટાભાગની બેઠકો જીતી લીધી છે. ભાજપ 37, કોંગ્રેસ 6 અને એક બેઠક અપક્ષે જીતી છે.








