મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં પરિવારના 4 લોકોના રહસ્યમય મોતમાં દીકરાએ ગુમાવી માતા, કોરોનાએ પિતાનો લીધો હતો ભોગ

સુરતના જ્હાંગીરપુરા વિસ્તારમાં આવેલી રાજહંસ રેસિડેન્સીમાં આજનો સૂરજ કાળમુખો ઉગ્યો હતો. પાંચમાં

સુરતમાં પરિવારના 4 લોકોના રહસ્યમય મોતમાં દીકરાએ ગુમાવી માતા, કોરોનાએ પિતાનો લીધો હતો ભોગ

સુરતના જ્હાંગીરપુરા વિસ્તારમાં આવેલી રાજહંસ રેસિડેન્સીમાં આજનો સૂરજ કાળમુખો ઉગ્યો હતો. પાંચમાં માળે ફ્લેટ નંબર 504માં રાત્રે જમીને સૂતેલા ચાર કાળને ભેટ્યાં હતાં. સવારના સૂર્યના કિરણો પહેલાં જાગતાં વડીલો 7 વાગ્યે પણ જાગ્યા નહોતા. દીકરો જમવાનું લઈને આવ્યો હતો. પરંતુ દરવાજો ન ખોલતા પોતાની પાસે રહેલી બીજી ચાવીથી દરવાજો ખોલ્યો તો તેની આંખો ફાટી રહી ગઈ હતી. કારણ કે માસાનો મૃતેદહ ગાદલા પર, બે મહિલાના સેટી પર અને એક મહિલાનો ઊંધા માથે મૃતદેહ જોવા મળ્યો હતો. 

દીકરો હતપ્રત

ચારના મોતમાં સામેલ ઘર માલિક જશુબેનના દીકરા પુત્ર મુકેશની ખબર અંતર પૂછવા ભાવનગરથી સંબંધીઓ આવ્યા હતાં. જેથી રાત્રે રસ-પૂરી સહિતની વાનગીઓ જમીને સૌ કોઈ ઊંઘવા ગયાં હતાં. દીકરો બાજુના એપાર્ટમેન્ટમાં તેના ફ્લેટ પર સૂવા ગયો હતો. પરંતુ સવારમાં નાસ્તો લઈને ગયો અને નિષ્પ્રાણ દેહ જોઈને હતપ્રત થઈ ગયો હતો. બાદમાં 108થી લઈને તમામને જાણ કરવામાં આવી હતી.

ગીઝર, ફૂડ પોઈઝનિંગ કે આપઘાત

પોલીસે એફએસએલની મદદ લઈને તમામ પ્રકારના સેમ્પલો લેવામાં આવ્યા છે. ત્યારે પોલીસનું કહેવું છે કે, ઘરમાં તપાસ કરતા બાથરૂમમાં રહેલ ગીઝર શરૂ જોવા મળ્યું હતું. હાલ પોલીસે મૃતદેહનો કબજો મેળવી પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે. હાલ ફૂડ પોઈઝનિંગ, ગીઝરના ગેસથી ગૂંગળામણ અને આપઘાત આ બાબતને લઈને તાસ હાથ ધરાઈ છે.

પિતા બાદ માતાનું અણધાર્યુ મોત

મુકેશના પિતા કેશવભાઈનું મૃત્યુ કોરોના કાળમાં થઈ ગયું હતું. જશુબેન બેંકમાં પટ્ટાવાળા તરીકે નોકરી કરતા હતા. આ એમનું છેલ્લું વર્ષ હતું. ત્યારબાદ તે રિટાયર્ડ થવાના હતા. મુકેશ નાસ્તાની લારી ચલાવે છે. સોસાયટીની બહાર જ નાસ્તા સેન્ટર ચલાવે છે. મુકેશ વાઢેર અને તેમના પત્ની અપેક્ષા સાથે લારી પર કામ કરે છે. મુકેશનું અઠવાડિયા પહેલા નાકનું ઓપરેશન કરાવ્યું હતું. મુકેશભાઈના ઓપરેશનને લઈ ખબર અંતર પૂછવા માતા જશુબેનના બહેન-બનેવી અને સુરતમાં રહેતા એક બહેન ખબર અંતર પૂછવા આવ્યા હતા. ભાવનગરથી બહેન-બનેવી અને સુરતમાં રહેતા અન્ય એક બહેન ઘરે આવ્યા હતા. કેશવભાઈ મહાનગરપાલિકામાં નોકરી કરતા હતા. કોરોનાકાળ દરમિયાન તેમનું મોત થયું હતું. હાલ જશુબેન પણ અણધારી રીતે જતાં રહેતા મુકેશે માતા પિતાની છત્રછાયા ગુમાવી છે.

આ સમાચાર શેર કરો