મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં આર્થિક તંગી દૂર કરવા મહિલાએ તાંત્રિક વિધિનો સહારો, તાંત્રિકે બ્લેકમેઈલ કરવાના નામે દુષ્કર્મ આચર્યુ

સુરતના ઉતરાણ વિસ્તારમાં રહેતી પરણીતાને તાંત્રિક ભેટી ગયો હતો. ઘરમાં ધાર્મિક કર્મકાંડ વિધિ

સુરતમાં આર્થિક તંગી દૂર કરવા મહિલાએ તાંત્રિક વિધિનો સહારો, તાંત્રિકે બ્લેકમેઈલ કરવાના નામે દુષ્કર્મ આચર્યુ

સુરતના ઉતરાણ વિસ્તારમાં રહેતી પરણીતાને તાંત્રિક ભેટી ગયો હતો. ઘરમાં ધાર્મિક કર્મકાંડ વિધિ કરવાના બ્હાને પરણિતાને સાથે બીભસ્ત અડપલાં કર્યા હતાં. બાદમાં વિધિ પૂરી જ કરવી પડશે. જો વિધિ પૂરી નહીં થાય તો તારા પતિ મરી જશે અથવા તો ઘરમાંથી કોઈનો ભોગ લેવાશે તેવું કહી પરિણીતાને ડરાવી હતી. ત્યારબાદ પરણીતાના ફોટો વાયરલ કરવાની ધમકી આપી હતી. સમાજમાં બદનામ કરવાની ધાકધમકી આપી  અવારનવાર બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધી તાંત્રિકે બળાત્કાર ગુજાર્યો હતો. જેથી આખરે ભોગ બનનાર પરણિતાને આ મામલે ઉતરાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાંત્રિક સામે બળાત્કારનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આર્થિક તંગી દૂર કરવા તાંત્રિકની જાળમાં ફસાઈ

શહેરમાં અવારનવાર વિધિના બહાને તાંત્રિકો દ્વારા બળાત્કાર કરવામાં આવતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે સુરત શહેરના ઉત્તરાણ વિસ્તારમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. ઉતરાણ વિસ્તારમાં રહેતી પરણીતા પોતાના ઘરે હતી. ત્યારે અમરોલી કોસાડ રોડ પર સ્વીટ હોમની સામે શ્રી હરિકૃષ્ણ રેસીડેન્સીમાં રહેતા રાહુલ દિનેશભાઈ પંડ્યા તેણીના ઘરે આવ્યા હતા. પરણીતાને ઘરના બેડરૂમ અને બાથરૂમ સાથે હોવાથી ઘરમાં વાસ્તુદોષ છે, એટલે આર્થિક તંગી રહે છે. તેવું કહી ધાર્મિક કર્મકાંડ વિધિ કરવાની વાત કરી હતી.

બદનામ કરવાની ધમકી અપાતી

રાહુલ પંડ્યાએ મગના અને અડદના દાણા લઈ પરણીતાને બેડરૂમના દરવાજા વચ્ચે ઊભા રાખી કપાળે જીભથી ચાંદલો કરવો પડશે તેમ કહીને કિસ કરવાની કોશિશ કરી હતી. જો કે, પરણીતા એ પ્રતિકાર કરતા આખરે રાહુલે હવે તમારે આ વિધિ પૂરી કરવી જ પડશે. જો તું આ વિધિ પૂરી નહીં કરે તો તારો પતિ મરી જશે. ઘરમાંથી કોઈનો ભોગ લેવાશે. તેવું કહીને પરણીતાને ડરાવી હતી. બાદમાં તાંત્રિક વિધિના બહાને પરણીતાના ઘરે આવી તું તારા પતિને ડિવોર્સ આપી દે અને જો ડિવોર્સ નહીં આપે તો તારા ફોટા વાયરલ કરી તેના સમાજમાં બદનામ કરવાની ધાક ધમકી આપી હતી. અવારનવાર ઘરે આવી પરણીતા સાથે શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. બે વર્ષ બાદ ગતરોજ આખરે આ મામલે પરણીતાએ ઉતરાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રાહુલ પંડ્યા સામે બળાત્કારનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો