મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાત કેડરના બે IPS અધિકારીઓનું દિલ્હીમાં ઇમપૈનલમેન્ટ

ગુજરાતના બે IPS અધિકારીઓનું દિલ્હીમાં ઇમપૈનલમેન્ટ કરવામાં આવ્યું છે. અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મ

ગુજરાત કેડરના બે IPS અધિકારીઓનું દિલ્હીમાં ઇમપૈનલમેન્ટ

ગુજરાતના બે IPS અધિકારીઓનું દિલ્હીમાં ઇમપૈનલમેન્ટ કરવામાં આવ્યું છે. અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મલિક તેમજ IPS નરસિમ્હા કોમરનું DG,ADG લેવલ પર ઇમપૈનલમેન્ટ થયું છે. 

કોણ છે જીએસ મલિક?

અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મલિક મૂળ હરિયાણાના છે અને ગુજરાત કેડર બેચના IPS અધિકારી છે. આ પહેલા તેઓ દિલ્હીમાં ADG(ઉત્તર) CISFમાં હતા. જ્ઞાનેન્દ્રસિંહ મલિક (જીએસ મલિક) B.Tech સાથે LLB કર્યું છે. 

IPS નરસિમ્હા કોમર કોણ છે?

નરસિમ્હા કોમર મૂળ કર્ણાટકના વતની છે અને ગુજરાત કેડર બેચના IPS અધિકારી છે. નરસિમ્હા કોમર વડોદરા પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યાં છે.

આ સમાચાર શેર કરો