દક્ષિણ ગુજરાતમાં ઓક્ટોબરથી શેરડી રોપવાની ભલામણની અવગણના, સપ્ટેમ્બરમાં જ રોપણી માટે અપાઈ રહ્યું છે પ્રોત્સાહન
દક્ષિણ ગુજરાતમાં મુખ્ય પાક શેરડીનો લેવામાં આવે છે. ખેડૂતો હાલ શેરડીના રોપાણમાં

દક્ષિણ ગુજરાતમાં મુખ્ય પાક શેરડીનો લેવામાં આવે છે. ખેડૂતો હાલ શેરડીના રોપાણમાં લાગી ગયા છે. જો કે, કૃષિ યુનિવર્સિટીની ભલામણની અવગણના થઈ રહી હોવાનું સામે આવી રહ્યું છે. ઓક્ટોબરથી શેરડીની કાપની ભલામણ કરાઈ હતી. મહુવા અને સાયણ સુગરે ઓક્ટોબરમાં જ શેરડીની રોપણી કરવાનો ખેડૂત હિતમાં નિર્ણય કર્યો છે.
ઉત્પાદન ઘટ્યું
ખેડૂત આગેવાન જયેશ દેલાડે કહ્યું કે, મહુવા અને સાવણ સુગરે ઓક્ટોબર મહિનામાં જ શેરડીની રોપણી કરવાનો નિર્ણય લઈને ખેડૂતોના હિતમાં સારી પહેલ કરી છે. ખરેખર ઓક્ટોબર મહિનામાં જ શેરડીની રોપણી થવી જોઈએ. સપ્ટેમ્બર માસમાં શેરડીનું રોપાણ થતું હોવાથી ઉત્પાદકતા ઘટી રહી છે. પહેલા વિંઘાદીઠ 35થી 40 ટન શેરડી થતી હતી. જે હવે ઘટીને 25થી 30 ટન થઈ ગઈ છે.
જમીનની ફળદ્રુપતાને અસર
આ ઉપરાંત ઘાસચારો વધુ ઉગી નીકળતો હોવાથી ખેડૂતોએ દવાનો છંટકાવ કરવા પાછળ વધુ 20થી 22 કરોડનો ખર્ચ કરવો પડી રહ્યો છે. હવે ઘાસ મારવાની દવાનો છંટકાવ કરાતા જમીનની ફળદ્રુપતાને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે. સપ્ટેમ્બર માસમાં રોપણી થતી હોવાથી કાપ ઉત્પાદનમાં ઘટાડો થાય છે. ઘાસ મારવાની દવાના છંટકાવથી જમીનની ફળદ્રુપતા વધુ નુકશાન થાય છે.








