મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ તરીકે IAS તુષાર ધોળકિયાની નિમણુક

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન તરીકે IAS તુષાર ધોળકિયાન

ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ તરીકે IAS તુષાર ધોળકિયાની નિમણુક

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન તરીકે IAS તુષાર ધોળકિયાની નિમણુક  કરવામાં આવી છે. આ પહેલા ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેનનો ચાર્જ સિનિયર IAS કમલ દયાણી પાસે હતો.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના કાર્યો

રાજય સરકાર હેઠળના વિભાગો/ખાતાના વડાઓની કચેરીઓની વર્ગ-૩ ની બિનતાંત્રિક તથા તાંત્રિક સંવર્ગોની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ દ્વારા ઉમેદવારોની પસંદગી કરી નિમણૂક આપવા માટે ભલામણ કરવી.

રાજ્ય સરકાર હેઠળના/ખાતાના વડાઓની કચેરીઓમાં વર્ગ-3 ની બિનતાંત્રિક અને તાંત્રિક સંવર્ગના કર્મચારીઓને બઢતી માટેની ખાસ સ્પર્ધાત્મક પરીક્ષાઓનું આયોજન કરી, યોગ્ય ઉમેદવારોની બઢતી માટેની ભલામણ કરવી.

રાજય સરકાર હેઠળના વિવિધ વિભાગો/ખાતાના વડાઓની કચેરીઓના વર્ગ-૩ ના વિવિધ સંવર્ગોની ખાતાકીય ૫રીક્ષાઓ યોજવી.

આ સમાચાર શેર કરો