મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગોધરાના કાશીપુરા ગામે ધારિયાના ઘા મારી પતિએ કરી પત્નીની કરપીણ હત્યા

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના કાશીપુરા ગામે હત્યાની ઘટના બની છે, જેમાં પતિએ પોતાની પત્ની

ગોધરાના કાશીપુરા ગામે ધારિયાના ઘા મારી પતિએ કરી પત્નીની કરપીણ હત્યા

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના કાશીપુરા ગામે હત્યાની ઘટના બની છે, જેમાં પતિએ પોતાની પત્નીને ધારિયાના ઘા મારીને હત્યા કરી નાખી છે. 

આ ઘટના અંગે મળતી માહિતી મુજબ વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના વરસડા ગામનો  અરવિંદ પરમાર તેની પત્ની સાથે પત્નીના પિયર ગોધરા તાલુકાના કાશીપુરા ગામે આવ્યો હતો.

આ પણ વાંચો : ધોરાજીમાં સગીરા પર સગા બાપે અનેકવાર આચર્યું હતું દુષ્કર્મ, કોર્ટે ફટકારી આજીવન કેદની સજા

અરવિંદ પરમારે પોતાની પત્ની પર ખોટા વહેમ અને શંકા રાખીને આવેશમાં આવીને ધારિયાના ઘા મારીને પત્નીની કરપીણ હત્યા કરી નાખી હતી. પતિએ પોતાની પત્નીની માથું ધડથી અલગ કરી નાખ્યું હતું.  હત્યા કર્યા બાદ હત્યારો પતિ ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો છે. 

ઘટનાની જાણ થતા કાંકણપુર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે. સાથે હત્યારા પતિ વિરુદ્ધ ગુનો નોંધીને તેની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. 

આ સમાચાર શેર કરો