મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ધોરાજી : સગીરા પર સગા બાપે અનેકવાર આચર્યું હતું દુષ્કર્મ, કોર્ટે ફટકારી આજીવન કેદની સજા

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં એક સગીરા પર તેના સગા પિતાએ દુષ્કર્મ આચર્યું હતું

ધોરાજી : સગીરા પર સગા બાપે અનેકવાર આચર્યું હતું દુષ્કર્મ, કોર્ટે ફટકારી આજીવન કેદની સજા

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં એક સગીરા પર તેના સગા પિતાએ દુષ્કર્મ આચર્યું હતું. આ કેસમાં ધોરાજી કોર્ટે આરોપી પિતાને આજીવન કેદની સજા ફટકારી છે. 

આ સમગ્ર કેસ અને આરોપીને કોર્ટે ફટકારેલી સજા વિશે ધોરાજી સેશન્સ કોર્ટના એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકેય પારેખે જણાવ્યું હતું કે ધોરાજી એડિશનલ ડીસ્ટ્રીકટ અને સેશન્સ કોર્ટના જજ એ.એમ.શેખે ધોરાજી તાલુકાના દુષ્કર્મના આરોપી કે જેણે તેની સગીરવયની દીકરી પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું, તેને 20 વર્ષની કેદની સજા રૂ.5000નો દંડ ફટકાર્યો છે. સાથે ભોગ બનનાર સગીરાને વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. 

આ પણ વાંચો : ખેડામાં પોલીસકર્મી વિરુદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ, લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યા

ભોગ બનનાર સગીરા જયારે 6 મહિનાની હતી ત્યારે તેની માતા મૃત્યુ પામી હતી. આ અપમૃત્યુના કેસમાં આરોપી પર આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ થયો હતો, જો કે ત્યારબાદ આ કેસમાં તે છૂટી ગયો હતો. 

ભોગ બનનાર સગીરા 17 વર્ષની થઈ ત્યારે આરોપી તેની સાથે સુવા બોલાવતો અને દુષ્કર્મ આચરતો હતો અને આવું અનેકવાર કર્યું હતું. આ સગીરાની પરદાદી એટલે કે આરોપીની દાદીએ રોકવાનો પ્રયાસ કરતા આરોપીએ તેને પણ માર માર્યો હતો. 

આ તમામ સંજોગો, પુરાવાઓ અને આરોપીની વર્તણૂંક જોઈને ધોરાજી સેશન્સ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. 

આ સમાચાર શેર કરો