મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ખેડા: પોલીસકર્મી વિરુદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ, લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યા

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી હત્યા અને દુષ્કર્મના બનાવો વધી રહ્યા છે. ત્યારે હવે ખેડા જિલ્લામાં પોલીસ વિભાગ

ખેડા: પોલીસકર્મી વિરુદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ, લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યા

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી હત્યા અને દુષ્કર્મના બનાવો વધી રહ્યા છે. ત્યારે હવે ખેડા જિલ્લામાં પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ જ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. 

પ્રાપ્ત માહિતી પ્રમાણે  નડિયાદ મિશન રોડ પર રહેતી ડિવોર્સી મહિલાએ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મી યશપાલસિહ કિશોરસિંહ ઝાલા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. 

આ પણ વાંચો: કૌટુંબિક કાકાની કરતુત/ એકલતાનો લાભ લઈ 1 વર્ષ સુધી ભત્રીજીને બનાવી હવસનો શિકાર, પરિવારને ખબર પડી તો...

 

સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવી હતી

ગત એપ્રિલ માસમાં સોશિયલ મીડિયાના માધ્યમથી ડિવોર્સી મહિલા પોલીસકર્મીના સંપર્કમાં આવી હતી. બાદમાં બંને વચ્ચે અવારનવાર મુલાકાત થતી હતી. પોલીસકર્મી એ લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યો હતો. જોકે, પોલીસકર્મી પરણીત હોવાની જાણ થતા ડિવોર્સી મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો