મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કૌટુંબિક કાકાની કરતુત/ એકલતાનો લાભ લઈ 1 વર્ષ સુધી ભત્રીજીને બનાવી હવસનો શિકાર, પરિવારને ખબર પડી તો...

સંબંધોની વ્યાખ્યાને લાંછન લાગે તેવો બનાવ સામે આવ્યો છે. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં દુષ

કૌટુંબિક કાકાની કરતુત/ એકલતાનો લાભ લઈ 1 વર્ષ સુધી ભત્રીજીને બનાવી હવસનો શિકાર, પરિવારને ખબર પડી તો...

સંબંધોની વ્યાખ્યાને લાંછન લાગે તેવો બનાવ સામે આવ્યો છે. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં દુષ્કર્મની ઘટના બની હતી. કપરાડા તાલુકાની 19 વર્ષીય યુવતી પર બીજા કોઈએ નહીં, પરંતુ હવસખોર કૌટુંબિક કાકાએ જ દુષ્કર્મ આચર્યું હતું. યુવતીના જ ફળિયામાં જ રહેતા દૂરના પરિણીત કાકાએ બળજબરીપૂર્વક વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા હતાં. સાથે જ મારી નાખવાની ધમકી આપતો હતો. ઘટના અંગેની જાણ બંનેના પરિજનોને થતાં ભારે વિવાદ સર્જાયો હતોયુવતીનાં માતા- પિતાને ઘટનાની જાણ થતાં આ મામલે સમાજ રાહે યોજાયેલી બેઠકમાં કોઈ ઉકેલ નહીં આવતા બાદ યુવતીએ ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચોઃસુરતમાં હોટલની આડમાં ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ,આ રીતે કરાવાતી વિદેશી ગર્લની પસંદગી
 
એકલતાનો લાભ લીધો

ખેડૂત પરિવારની 19 વર્ષીય યુવતી ઉપર નજીકમાં રહેતા પરિવારના પરણિત કાકાએ જ નજર બગાડી હતી. ઓગષ્ટ 2023ના રોજ ખેડૂત પરિવારની યુવતી ઘરે એકલી હતી. ત્યારે કુંટુંબી કાકાએ રસ્તા ઉપરથી પસાર થતી વખતે ઘરે આવ્યા હતા. યુવતી તેમની માટે પાણી લેવા ગઈ ત્યારે ઘરનો દરવાજો બંધ કરીને કાકાએ યીવતી ઉપર દુષ્કર્મ આચર્યું હતું. યુવતીએ તેની સાથે દુષ્કર્મ ન આચરવા આજીજી કરતી રહી હતી. 

1 વર્ષથી દુષ્કર્મ આચરતો

હવસખોર કાકાએ હવસ સંતોષવાની સાથે સાથે ધમકી આપી હતી. જો કોઈને પણ કઈ કહીશ તો તારા માતા પિતા અને પરિવારના સભ્યોને મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જે બાદ વારંવાર પરણિત કાકા યુવતીની એકલતાનો લાભ લઈને યીવતીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરી જતો રહેતો કાકાની હરકતોથી કંટાળીને યુવતીએ હિંમત ભેગી કરીને તેની માતા અને પરિવારના સભ્યોને ઘટનાની જાણ કરી હતી. યુવતીના પરિવારના સભ્યોએ અને તેની માતાએ યુવતી ઉપર 1 વર્ષથી વારંવાર દુષ્કર્મ આચરનાર કાકા વિરુદ્ધ કપરાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તે કેસમાં કપરાડા પોલીસે યુવતીનું મેડિકલ કરાવી નિવેદન નોંધીને કેસ નોંધ્યો હતો. હાલ હવસખોર કાકાની ધરપકડ કરી છે. 

આ સમાચાર શેર કરો