સુરતમાં હોટલની આડમાં ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ,આ રીતે કરાવાતી વિદેશી ગર્લની પસંદગી
સુરતમાં વેસુ વિસ્તારમાં આવેલ સફલ સ્ક્વેરમાં ઓયો હોટેલમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. મુંબઈથી બોલાવવામાં

સુરતમાં વેસુ વિસ્તારમાં આવેલ સફલ સ્ક્વેરમાં ઓયો હોટેલમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. મુંબઈથી બોલાવવામાં આવેલી બાંગ્લા ગર્લ સાથે રાત વિતાવવા માટે ગ્રાહકો પાસેથી 15 હજાર રૂપિયા વસૂલવામાં આવતા હતા. આ કેસમાં શરીરસુખ માણવા માટે ગયેલો હીરાનો વેપારી ઉપરાંત લલનાની સેવા ચાકરી કરી રહેલા બે યુવકો સહિત કુલ ત્રણની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃહિન્દુ-મુસ્લિમોમાં વૈમનસ્ય પેદા કરવાનું કાવતરું? વાયરલ પત્રિકાને લઈને પોલીસે કરી ધરપકડ
બાતમીના આધારે રેડ
પોલીસ કંટ્રોલ રૂમમાં એક ફરિયાદ મળી હતી કે વેસુના સફલ સ્ક્વેર બિલ્ડીંગમાં ત્રીજા અને ચોથા માળે હોટલમાં સેક્સ રેકેટ ચાલી રહ્યું છે અને રાજેશ નામનો વ્યક્તિ બહારથી લલના ઓને આ હોટલમાં લાવીને દેહ વ્યાપાર નોંધ ધંધો કરાવી રહ્યો છે. ત્યારે બાતમીના આધારે ઉમરા પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી આ જગ્યા પર તપાસ હાથ ધરવામાં આવી હતી. દરોડો દરમ્યાન સફલ રૂમ્સ ઓયો નામની હોટલમાંથી એક લાલના અને પુરુષ કઢંગી હાલતમાં મળી આવ્યા હતા. સુરત હોટલની રૂમમાંથી જે યુવક મળ્યો હતો. તેનું નામ નિમેશ દિયોરા હોવાનું સામે આવ્યું છે. તેની સાથે મળેલી યુવતીનું નામ ઉમ્મે કુલસુમ શકીલ અહેમદ હોવાનો સામે આવ્યુ છે. આ યુવતી મગદલ્લા વિસ્તારની રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
વોટસએપથી થતી પસંદગી
આ બાબતે પોલીસે તપાસ કરતા સામે આવ્યું છે કે, નિમેશ દિઓરાએ બ્રિજેશ નામના યુવક સાથે whatsapp પર વાતચીત કરી હતી અને બ્રિજેશ દ્વારા whatsapp પર કોલ ગર્લના ફોટા મોકલવામાં આવ્યા હતા અને આ ફોટામાંથી નિમેશે એક યુવતીની પસંદગી કરી હતી અને ત્યારબાદ બ્રિજેશ દ્વારા આ યુવતી સાથે નિમેશ પાસેથી એક રાત વિતાવવાના 15000 રૂપિયા લેવામાં આવ્યા હતા.
આ રીતે લઈ જવાઈ રૂમમાં
આ યુવતીની પૂછપરછ કરતા હકીકત સામે આવી હતી કે, તેના પરિચિત વ્યક્તિ અંગદે કાકા નામના વ્યક્તિનો મોબાઇલ નંબર યુવતીના આપ્યો હતો. ત્યારબાદ કાકાએ યુવતીને મુંબઈથી કેબ ભાડે કરીને સુરત બોલાવી હતી. 12 નવેમ્બરે યુવતી સુરતના વી.આર મોલ પાસે પહોંચી હતી. કાકાએ યુવતીનો સંપર્ક યોગેન્દ્રસિંહ નામના વ્યક્તિ સાથે કરાવ્યો હતો. ત્યારબાદ યોગેન્દ્ર સિંહ આયુતીને સફળ શહેરમાં આવેલી ઓયો હોટલના પાર્કિંગ સુધી લઈ ગયો હતો. પાર્કિંગમાં યુવતીની મુલાકાત નિમેશ દિયોરા સાથે થઈ હતી. નિમેષે યુવતીના સંપર્કમાં આવ્યા બાદ યોગેન્દ્રને બારકોડથી 15000 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. આ 15 હજાર રૂપિયા રાજેશકુમાર મહંતો નામના એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હતા અને ત્યારબાદ યુવતી અને બ્રિજેશ હોટલના રૂમમાં ગયા હતા.
આ રીતે લવાતી લલના
આ સમગ્ર મામલે પોલીસ દ્વારા લલના પાસેથી મળેલ માહિતીના આધારે રાજેન્દ્રકુમાર મહંતો તેમજ યોગેન્દ્રસિંહ અને શરીર સુખ માણવા આવેલા હીરા વેપારીને ઝડપી પાડ્યા છે.પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ કરતાં સામે આવ્યું હતું કે આ સેક્સ રેકેટનો સંચાલક અંગદ છે. પોલીસના હાથે ઝડપાયેલ રાજેશ અને રામચંદ્ર બને અંગત માટે કામ કરે છે. ત્યારબાદ નયન ઉર્ફે કાકા આ લલનાને સાચવતો હતો. ત્યારબાદ આ લલનાને લાવવા લઈ જવાનું કામ યોગેન્દ્ર સંભાળતો હતો.
રજીસ્ટરમાં એન્ટ્રી ન થતી
યોગેન્દ્રએ હોટલના માલિક બ્રિજેશ પટેલ અને મેનેજર સંદિપ સાથે રૂમનું સેટીંગ કરી રાખ્યું હતું અને લલનાઓને ગ્રાહક સાથે હોટલની સુવિધા પણ કમિશન પેટે યોગેન્દ્ર સિંહ કરી આપતો હતો. જેના બદલામાં મેનેજર દ્વારા ગ્રાહક અને લાલના પાસેથી આઈડી પ્રૂફ પણ આ હોટલમાં લેવામાં આવતું ન હતું અને હોટલમાં તેની રજીસ્ટર એન્ટ્રી પણ કરવામાં આવતી ન હતી. અંગદ સાથે કામ કરતી લલના માટે ગ્રાહક શોધવાનું કામ બ્રિજેશ કરતો હતો અને બ્રિજેશ આ લલનાંના ફોટા ગ્રાહકોને પણ મોકલતો હતો.








