મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતની હોટલમાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી પોલીસને કહ્યું, 'પ્રેમલગ્ન કર્યા હતા, ઝઘડા થતા મે હત્યા કરી'

સુરતના પાલનપુર કેનાલ રોડની ધી બુલ ગ્રુપ હોટલના એક રૂમમાંથી મોડી રા

સુરતની હોટલમાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી પોલીસને કહ્યું, 'પ્રેમલગ્ન કર્યા હતા, ઝઘડા થતા મે હત્યા કરી'

સુરતના પાલનપુર કેનાલ રોડની ધી બુલ ગ્રુપ હોટલના એક રૂમમાંથી મોડી રાત્રે એક મહિલાની હત્યા કરાયેલો મૃતદેહ મળતાં ચકચાર મચી ગઈ હતી. પાલ પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. જો કે, સમગ્ર હત્યા પતિએ જ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને કરી હોવાનું સામે આવ્યું છે.

પતિ હત્યા બાદ પોલીસમાં હાજર

પાલનપુર ગામ નજીક આવેલા રોયલ ટાઈટેનિયમ કોમ્પલેક્સમાં હોટલ ધી બુલ ગ્રુપમાં મોડી રાત્રે રૂમ નંબર 3માં પોલીસને વકીલાતનો અભ્યાસ કરતી નીશુ ચૌધરી નામની મહિલાની હત્યા કરેલી લાશ મળી હતી. આ અરસામાં નીશુના પતિએ અડાજણ પોલીસમાં હાજર થઈ કબુલાત કરી હતી કે બંનેએ પ્રેમલગ્ન કર્યા હતાં.

બન્ને વચ્ચે મતભેદ ચાલતા હતા

બન્ને વચ્ચે કેટલાક સમયથી ઝઘડો ચાલતો હતો. જેથી ગતરોજ તેઓ હોટલમાં રોકાયા હતાં. જ્યાં પત્નીએ ચપ્પુના એટલા બધા ઘા માર્યા કે પત્નીનું પેટ ફાટી ગયું હતું. પાલ પોલીસે પતિ મનીષની પૂછપરછ હાથ ધરી છે. બંને પાલનપુર જકાતનાકાની વિદ્યાકુંજ સ્કૂલ પાસે રહેતા હતાં તો ક્યા કારણોસર ત્યાંથી માંડ એક કિમીના અંતરે હોટલમાં ગયા? પ્રેમલગ્ન કરનાર બંન્નેના પરિવાર વચ્ચે મતભેદ હોવાથી તેઓ વચ્ચે છૂટાછેડાને લઈને માથાકૂટ ચાલી રહી હતી. 

આ સમાચાર શેર કરો