મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કેવી રીતે થાય છે ચક્રવાતનું નામકરણ? જાણો નામ રાખવાના 5 નિયમ

સાયક્લોનિકના નામ રાખવાની એક ખાસ પ્રક્રિયા છે. જેમાં બંગાળની ખાડી અને અરબ સાગરમાંથી આવતા તૂફાનોના નામ રાખવ

કેવી રીતે થાય છે ચક્રવાતનું નામકરણ? જાણો નામ રાખવાના 5 નિયમ

સાયક્લોનિકના નામ રાખવાની એક ખાસ પ્રક્રિયા છે. જેમાં બંગાળની ખાડી અને અરબ સાગરમાંથી આવતા તૂફાનોના નામ રાખવાની સિસ્ટમ વર્ષ 2024માં શરુ થઈ હતી. આ સિસ્ટમમાં ભારત, બાંગ્લાદેશ, માલદીવ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન, શ્રીલંકા અને થાઇલૅન્ડ જેવા દેશ સામેલ છે. સાયક્લોનિક 'શક્તિ'નું નામ શ્રીલંકા દ્વારા અપાયું છે. આ એક તમિલ શબ્દ છે જેનો મતલબ 'તાકાત' અથવા 'Power' થાય છે. વાવાઝોડાના નામ રાખતી વખતે કેટલાક નિયમોનું પાલન કરવામાં આવે છે.

કોણ રાખે છે આનું નામ?

યુનાઇટેડ નેશન્સની એક એજન્સી છે 'વર્લ્ડ મીટીયોરોલોજિકલ ઓર્ગેનાઇઝેશન' (WMO), જેના 185 સભ્યો છે. WMOએ વર્ષ 1972માં ઉત્તર હિન્દ મહાસાગર વિસ્તાર (જેમાં અરબ સાગર અને બંગાળની ખાડી બંને સામેલ છે)માં ચક્રવાત (સાયક્લોન)ની ચેતવણી અને આફત નિવારણ માટે પેનલ ઓન ટ્રોપિકલ સાયક્લોન્સ (PTC)ની સ્થાપના કરી હતી.

શરૂઆતમાં PTCમાં કુલ 8 સભ્ય દેશો સામેલ હતા.ત્યારે ભારત ઉપરાંત બાંગ્લાદેશ, માલદીવ, મ્યાનમાર, પાકિસ્તાન, શ્રીલંકા, ઓમાન અને થાઇલેન્ડ તેના સભ્યો હતા. વર્ષ 2018માં PTCનો વિસ્તાર થયો અને તેમાં ઈરાન, કતાર, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત અને યમનને પણ સામેલ કરવામાં આવ્યા.

2004થી શરૂઆત

વર્ષ 2000માં ઓમાનની રાજધાની મસ્કતમાં PTCનું 27મું સત્ર યોજાયું હતું. આ સત્રમાં બંગાળની ખાડી અને અરબ સાગરમાં આવતા ચક્રવાતી તોફાનોને નામ આપવા અંગે સહમતિ બની. નક્કી કરવામાં આવ્યું કે આ વિસ્તારમાં જે પણ સાયક્લોન આવશે, તેનું નામ PTCના સભ્યો વારાફરતી રાખશે. ત્યારબાદ 2004થી આ વિસ્તારમાં ચક્રવાતોનું નામકરણ શરૂ થયું.

169 નામોની યાદી

એપ્રિલ 2020માં પેનલ ઓન ટ્રોપિકલ સાયક્લોન્સ એટલે કે PTCએ ચક્રવાતી તોફાનો માટે 169 નામોની યાદી જાહેર કરી. આમાં દરેક દેશે 13-13 નામો સૂચવ્યા હતા. હાલમાં બંગાળની ખાડી અને અરબ સાગરમાં જો કોઈ સાયક્લોન આવે, તો આ 169 નામોની યાદીમાંથી તોફાનનું નામ રાખવામાં આવે છે.

  • નામ રાખવાના 5 પરિમાણો
  • નામ તટસ્થ હોવું જોઈએ.
  • નામ કોઈ ધર્મ, સમુદાય કે વ્યક્તિની લાગણીને કોઈ પણ પ્રકારની ઠેસ ન પહોંચાડે તેવું હોવું જોઈએ.
  • નામ અપમાનજનક કે નિર્દય ન હોવું જોઈએ.
  • નામ ટૂંકું અને બોલવામાં સરળ હોવું જોઈએ.
  • નામ મહત્તમ 8 શબ્દોનું હોવું જોઈએ. 

આ સમાચાર શેર કરો