સુરતમાં હીટ એન્ડ રન, કારની ટક્કરથી રિક્ષા પલટી મારી ગઈ, ડ્રાઈવરને પહોંચી ઈજા
સુરતમાં દિવાળીના તહેવાર આજથી શરૂ થઈ ગયા છે. તેમ છતાં અકસ્માતો ઓછા થવાનું નામ નથી લઈ રહ

સુરતમાં દિવાળીના તહેવાર આજથી શરૂ થઈ ગયા છે. તેમ છતાં અકસ્માતો ઓછા થવાનું નામ નથી લઈ રહ્યાં. તહેવારની રજાઓમાં હાલ રસ્તા પર મોટી સંખ્યામાં વાહનો બેફામપણે દોડી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે.ત્યારે ડિંડોલી વિસ્તામાં એક હીટ એન્ડ રનનો બનાવ બન્યો હતો.જેમાં ઈન્નોવા કારનો ચાલક અકસ્માત સર્જીને નાસી ગયો હતો.
કાર ચાલક નાસી ગયો
ડિંડોલી વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી. સાંઈ પોઈન્ટ નજીક હીટ રનનો બનાવ સર્જાયો હતો. સાંઈ પોઈન્ટ પાસે રાત્રિના સમયે ઈન્નોવા કારના ચાલકે રિક્ષાને સીધી જ ટક્કર મારી દીધી હતી. જેથી રિક્ષા પલટી મારી ગઈ હતી.અકસ્માત સર્જ્યા બાદ ઈન્નોવા કારનો ચાલક નાસી ગયો હતો. બીજી તરફ રિક્ષા પલટી ગઈ હોવાથી રિક્ષાના ડ્રાઈવરને સામાન્ય ઈજા પહોંચી હતી.
લોકો દોડી આવ્યા
રિક્ષાનો અકસ્માત સર્જાયા બાદ આસપાસથી લોકો દોડી આવ્યા હતાં. જેણે રિક્ષા ચાલકને રેસ્ક્યુ કર્યા બાદ હોસ્પિટલ મોકલ્યો હતો.રિક્ષાને નુકસાન પહોંચ્યું હતું. ત્યારબાદ કહ્યું કે, ઈન્નોવા કારનો ચાલક બેફામ પણ દોડાવી રહ્યો હતો. કંઈ જ જોયા વગર તેણે અકસ્માત સર્જ્યો હતો. જો કે, સદનસીબે રિક્ષા ચાલકનો બચાવ થયો છે.








