મહેમદાવાદ પાલિકાના કર્મચારીઓનો 25 વર્ષે ઐતિહાસિક વિજય: 9 કામદારોને ₹1 કરોડ ચૂકવવા કોર્ટનો આદેશ
ન્યાયના દ્વાર ખટખટાવતા શોષિત કર્મચારીઓ માટે ખેડા જિલ્લાની ઔદ્યોગિક અદાલતે એક સીમ

ન્યાયના દ્વાર ખટખટાવતા શોષિત કર્મચારીઓ માટે ખેડા જિલ્લાની ઔદ્યોગિક અદાલતે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. મહેમદાવાદ નગરપાલિકાના 9 કર્મચારીઓને તેમના હક્કની 1 કરોડ રૂપિયાથી વધુની રકમ ચૂકવવા માટે અદાલતે મહારાણી આદેશ કર્યો છે.
2000ની સાલથી ચાલતો હતો અન્યાય
આ મામલાની વિગત એવી છે કે, વર્ષ 2000થી મહેમદાવાદ નગરપાલિકામાં ફરજ બજાવતા 10 કર્મચારીઓ ઓછા પગાર અને આર્થિક શોષણ સામે લડત ચલાવી રહ્યા હતા. કર્મચારીઓએ પોતાને કાયમી કરવા અને યોગ્ય વેતન મેળવવા માટે કોર્ટના શરણ લીધા હતા. વર્ષ 2013માં પણ કોર્ટે આ કર્મચારીઓને કાયમી કરવા આદેશ કર્યો હતો, પરંતુ પાલિકા તંત્રએ કાયદાકીય લડત લંબાવી રાખી હતી.
25 વર્ષના સંઘર્ષ બાદ મળ્યો ન્યાય
પાંચ દાયકા જેટલા લાંબા સમય બાદ, વર્ષ 2025માં આવેલો આ ચુકાદો કર્મચારીઓ માટે દિવાળી સમાન સાબિત થયો છે. લાંબી લડત દરમિયાન કેટલાક કર્મચારીઓ નિવૃત્ત થઈ ગયા છે, તો એક કર્મચારીનું અવસાન પણ થયું છે. કોર્ટે માત્ર ચુકાદો જ નથી આપ્યો, પરંતુ ખેડા જિલ્લા કલેક્ટરને 'મહેસુલી રાહે વસૂલાત' કરવા માટેનું પ્રમાણપત્ર (રેવન્યુ રિકવરી સર્ટિફિકેટ) પણ એનાયત કર્યું છે. એટલે કે, હવે જો પાલિકા રકમ નહીં ચૂકવે તો કલેક્ટર દ્વારા કાયદેસર વસૂલાત કરવામાં આવશે.
શોષણ સામે શ્રમિકોની જીત
કર્મચારી અશ્વિનભાઈ પરમાર અને વકીલ હિતેશભાઈ પટેલે આ ચુકાદાને સત્ય અને ન્યાયની જીત ગણાવી છે. આ ચુકાદાથી અન્ય શોષિત કામદારોમાં પણ આશાનું કિરણ જાગ્યું છે કે ભલે વિલંબ થાય, પણ ન્યાયતંત્રમાં ન્યાય મળે છે.







