મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Kheda: સંતરામ સ્કૂલના વાલીઓ સાથે લાખોની સાયબર ઠગાઈ, પોલીસ મુખ્ય સૂત્રધારની કરી ધરપકડ

ખેડાના નડિયાદમાં આવેલી પ્રતિષ્ઠિત સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના વાલીઓને નિશાન બનાવીને સાયબર ઠગે લાખો રૂપિયાની ઠગ

ખેડાના નડિયાદમાં આવેલી પ્રતિષ્ઠિત સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના વાલીઓને નિશાન બનાવીને સાયબર ઠગે લાખો રૂપિયાની ઠગાઈ આચરવાનો મામલો સામે  આવ્યો છે. સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોના 14 જેટલા વાલીઓને ખોટી ઓળખ આપી છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. લોકોને છેતરવાની તરકીબ જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. નડિયાદ પશ્ચિમ પોલીસે આ મામલે સઘન તપાસ હાથ ધરીને ગણતરીના દિવસોમાં જ મુખ્ય સૂત્રધારને ઝડપી પાડ્યો છે. 

આ સમાચાર શેર કરો