Kheda: નડિયાદમાં મેગા ડિમોલિશન, કાંસ પર બનેલી 46 દુકાનો પર બુલડોઝર ફરી વળ્યું
ખેડાના નડિયાદમાં કાંસ ઉપર બાંધેલી 46 જૂની દુકાનો પર ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વર્ષ 196


ખેડાના નડિયાદમાં કાંસ ઉપર બાંધેલી 46 જૂની દુકાનો પર ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વર્ષ 1962માં કાંસ પર 46 દુકાનો બનાવવામાં આવી હતી. વહેલી સવારથી જ 9 જેસીબી મશીન અને મોટા પોલીસ કાફલા સાથે એ દુકાનો હટાવવાનું શરુ કર્યું છે. ગુજરાત હાઈકોર્ટના આદેશ મુજબ અસરગ્રસ્તો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે જણાવાયું હતું અને દુકાનદારો વચ્ચે સમાધાન પણ થયું હતું. નોંધનીય છે કે, કાશીબા પાર્કમાં કામચલાઉ શેડ બનાવાયા છે. નડિયાદ કમિશનર, ડેપ્યુટી કમિશનર અને ડીવાયએસપી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.



