Kheda: રાસ્કામાં ગ્રે વોટર પ્લાન્ટ નિષ્ફળ, લાખોનો ખર્ચ છતાં ઠલવાય છે ગંદુ પાણી, GSTVના ગ્રાઉન્ડ રિપોર્ટમાં ખુલાસો
સરકાર દ્વારા ગંદુ પાણી ડિસ્ટીલ કરીને તેને ખેતરમાં ઉપયોગ કરવા લાયક બનાવી શકાય તે મ

સરકાર દ્વારા ગંદુ પાણી ડિસ્ટીલ કરીને તેને ખેતરમાં ઉપયોગ કરવા લાયક બનાવી શકાય તે માટે ગ્રે પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. પરંતુ ખેડાના મહેમદાબાદના રાસ્કામાં આ પ્લાન્ટ માત્ર શોભાના ગાંઠીયા સમાન બની રહ્યો છે. એટલુ જ નહી આ પ્લાન્ટમાં ગંદુ પાણી ઠલવાય છે. અંદાજે 7 લાખનો ખર્ચ 5 લાખની પાઈપલાઈન નાખીને તૈયાર કરાયેલા આ પ્લાન્ટ સૌથી ખરાબ હાલતમાં છે. ત્યારે પર્યાવરણને નુકસાન કરનાર રાસ્કા પંચાયત અને તાલુકા પંચાયત સહીત જિલ્લા ગ્રામ વિકાસ એજેન્સીની પોલ ખુલી ગઈ છે. જીએસટીવીના ગ્રાઉન્ડ રિપોર્ટમાં પ્લાન્ટની વાસ્તવિક સ્થિતિ શું છે તે જોવા મળી છે.



