નડિયાદમાં 46 દુકાનો તોડવા હાઇકોર્ટે આપ્યો આદેશ, જાણો શું છે સમગ્ર ઘટના
નડિયાદમાં સરદાર કોમ્પલેક્સમાં 46 દુકાનો તોડવા મામલે ગુજરાત હાઇકોર્ટે ચુકાદો આપ્યો છે. નડિયાદમાં જર્જરીત બ

નડિયાદમાં સરદાર કોમ્પલેક્સમાં 46 દુકાનો તોડવા મામલે ગુજરાત હાઇકોર્ટે ચુકાદો આપ્યો છે. નડિયાદમાં જર્જરીત બનેલી 46 દુકાનોને તોડી પાડવામાં આવશે.
શું છે સમગ્ર ઘટના?
નડિયાદમાં સરદાર ભવન કોમ્પલેક્સ 40 વર્ષ પહેલા બનાવવામાં આવ્યું હતું. આ કોમ્પલેક્સમાં 46 દુકાનો જર્જરીત હતી અને આ કોમ્પલેક્સ નડિયાદનું મુખ્ય કાસ છે જ્યાંથી વરસાદી પાણી પ્રસાર થાય છે તેની ઉપર બનાવવામાં આવ્યું હતું. આ કાસમાં ગયા ચોમાસામાં દુકાનોની નીચે સફાઇ ના થવાથી બ્લોકેજ આવ્યું હતું અને વરસાદ વધુ પડતા પાણી સમગ્ર શહેરમાં ફરી વળ્યું હતું. આ દરમિયાન કેટલીક સફાઇ પણ કરવામાં આવી હતી.
આ દુકાનો બહુ જૂની અને જર્જરીત હોવાને કારણે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ચેક કરવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી. સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને આ દુકાનો કોઇ પણ સંજોગોમાં ટકી શકે તેમ નથી તેવું રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું હતું. નગરપાલિકા દ્વારા આ દુકાનો દૂર કરવા માટે નોટિસ પણ આપવામાં આવી હતી.
આ પણ વાંચો: VIDEO: જામનગર / દુષ્કર્મના આરોપી જીતુગીરી ભુવાને કોર્ટે ફટકારી 19 વર્ષની સજા
આ નોટિસ સામે દુકાનદારો ગુજરાત હાઇકોર્ટમાં ગયા હતા અને હાઇકોર્ટે પણ એવું જણાવ્યું હતું કે જે જૂનો ટેસ્ટ છે તે યોગ્ય છે અને જર્જરિત દુકાનોને ચાલુ રાખી શકાય નહીં.હાઇકોર્ટે પણ આ વાત માન્ય રાખી છે અને આગળની કાર્યવાહી કમિશનર દ્વારા કરવામાં આવશે.








