મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાત ભાજપમાં ભડકો: વોર્ડ-તાલુકા પ્રમુખની પસંદગીની પ્રક્રિયા પર હાઈકમાન્ડે લગાવી બ્રેક

ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખનું નામ જાહેર થાય તે પહેલાં સંગઠનની રચનાને આખરી ઓપ આપવ

ગુજરાત ભાજપમાં ભડકો: વોર્ડ-તાલુકા પ્રમુખની પસંદગીની પ્રક્રિયા પર હાઈકમાન્ડે લગાવી બ્રેક

ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખનું નામ જાહેર થાય તે પહેલાં સંગઠનની રચનાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, જેના ભાગરૂપે તમામ જીલ્લામાં તાલુકા-વોર્ડ પ્રમુખની નિમણૂંક માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, પણ અચાનક જ દિલ્હી હાઈકમાન્ડે ભાજપ સંગઠનની ચૂંટણી પ્રક્રિયા સ્થગિત કરવા આદેશ કર્યો છે.

પાટીલને પણ હવે ગુજરાત ભાજપના સંગઠનમાં રસ રહ્યો નથી

એક તરફ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની મુદ્દત પૂર્ણ થઈ છે. કેબિનટમંત્રી પદ મળ્યાં બાદ પાટીલને પણ હવે ગુજરાત ભાજપના સંગઠનમાં રસ રહ્યો નથી. તાજેતરમાં પાટીલે દિલ્હીમાં ફેરવેલ પાર્ટી યોજી સંગઠનમાંથી વિદાય લેવાના સંકેતો આપી દીધા છે.

આ પણ વાંચો: સંજય મલ્હોત્રા RBIના નવા ગવર્નર, શક્તિકાંત દાસના કાર્યકાળનો આવતીકાલે અંતિમ દિવસ

બીજી તરફ ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષની શોધખોળ ચાલી રહી છે, ત્યારે ભાજપે સંગઠનની રચના કરવાના ભાગરૂપે વોર્ડ-લાતુકા પ્રમુખની પસંદગીની પ્રક્રિયા આરંભી દીધી છે.

વય મર્યાદા મામલે ભાજપમાં જ આંતરિક રોષ ભભૂક્યો

આ વખતે ભાજપે એવા નિયમો ઘડ્યા છે કે, બે વખત સક્રિય સભ્ય હોય તે જ વોર્ડ અને તાલુકા પ્રમુખનો દાવેદાર થઈ શકશે, સાથે 40 વર્ષથી વધુ વયના કાર્યકર પ્રમુખ પદ માટે ફોક્મ ભરી શકશે નહીં. આ કારણોસર ભાજપને સક્ષમ વોર્ડ અને તાસલુકા પ્રમુખ મળવા અઘરાં બન્યા છે. બીજુ કે યુવાઓને સસ્તી રાજનીતિમાં ઝાઝો રસ રહ્યો નથી. જો સંગઠન પર પક્કડ જમાવી હોય તો 50 વર્ષથી વધુ વયના લોકોને વોર્ડ તાલુકા પ્રમુખ પદની કમાન સોંપવી પડે. 

વોર્ડ-તાલુકા પ્રમુખની વયમર્યાદા 40થી વધારી 60 વર્ષ સુધી કરવી પડે તેવી સ્થિતિનું નિર્માણ

બે દિવસમાં જ વોર્ડ-તાલુકા પ્રમુખ માટે જેમણે દાવેદારી નોંધાવી છે, તે મુદ્દે ચૂંટણી અધિકારી ભાજપના કાર્યકરોનો અભિપ્રાય મેળવવાનો હતો. આ અગાઉ અચાનક જ દિલ્હીથી આદેશ છૂટતાં જ વોર્ડ-તાલુકા પ્રમુખની પસંદગી પ્રક્રિયા રોકી દેવામાં આવી છે. સમકક્ષ પ્રમુખ ન મળતાં નાછૂટકે ભાજપે વોર્ડ-તાલુકા પ્રમુખની વયમર્યાદા 40થી વધારી 60 વર્ષ સુધી કરવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

આ સમાચાર શેર કરો