આગામી 48 કલાક રાજ્યમાં ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓને મેઘો ઘમરોળશે
રાજ્યમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ ખાબક્યો છે, ત્યા

રાજ્યમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ ખાબક્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 8 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 48 કલાક હળવાથી ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
5 ઓગસ્ટની આગાહી
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં 5 ઓગસ્ટે નવસારી, વલસાડ, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ અને તાપી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે મધ્ય અને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, પાટણ, બનાસકાંઠા, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, રાજકોટ, સુરેન્દ્રનગર, પોરબંદર, જામનગર, જૂનાગઢ, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, મોરબી, બોટાદ અને કચ્છ હળવાથી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
6 ઓગસ્ટની આગાહી
રાજ્યમાં સતત ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર રહેશે. જેમાં 6 ઓગસ્ટે નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ સાથે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, ખેડા, આણંદ, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, સુરત, તાપી, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, દ્વારકા, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ સહિતના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
7-8 ઓગસ્ટની આગાહી
ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી બાદ 7-8 ઓગસ્ટે રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી સહિત ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, દક્ષિણ ગુજરાતના ભરૂચ, તાપી, નવસારી, ડાંગ, નર્મદા, સુરત, વલસાડ અને સૌરાષ્ટ્રના રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગર, કચ્છ, પોરબંદર, જૂનાગઢ, જામનગર, અમરેલી, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, દ્વારકા જિલ્લામાં ધીમીધારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
છેલ્લા 24 કલાકમાં 230 તાલુકામાં વરસાદ
રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી સારો એવો વરસાદ પડી રહ્યો છે, ત્યારે સવારના છ વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં રાજ્યના 105 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં નવસારીના ખેરગામમાં 174 મિમી, ડાંગના આહવામાં અને વલસાડના કપરાડામાં 119 મિમી, નવસારીના ચીખલીમાં 111 મિમી, વલસાડમાં 106 મિમી, નવસારીના વાંસદામાં 105 મિમી, ડાંગના વાગડમાં 100 મિમી વરસાદ પડ્યો છે. જ્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 230 તાલુકામાં વરસાદ નોંધાયો છે.








