ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી 5 દિવસ પડશે મુશળધાર વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
ગુજરાતમાં હાલ ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ જાહે

ગુજરાતમાં હાલ ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. સાયક્લોનિક સરક્યુલેશન અને ઓફશોર ટ્રફને કારણે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આગામી 5 દિવસ પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગે માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયામાં ન જવા ચેતવણી આપી છે, દરિયાઇ વિસ્તારોમાં પવનની ગતિ 40-50 કિલોમીટર પ્રતિ કલાક રહેવાનો અંદાજ છે.
એક સાથે બે સિસ્ટમ એક્ટિવ
અમદાવાદ હવામાન વિભાગના નિયામક અશોક કુમાર દાસે જણાવ્યું હતું કે, કચ્છમાં જે સિસ્ટમ સક્રિય હતી તે લો પ્રેશરમાં ફેરવાઈ જવાને કારણે વરસાદનું પ્રમાણ ઘટ્યું હતું. વધુ વરસાદની અપેક્ષા હતી તે થયું નથી. પરંતુ આ વખતે એક સાથે બે સિસ્ટમ એક્ટિવ હોવાથી બધે સારો વરસાદ થવાની ધારણા છે.
આ જિલ્લાઓમાં પડશે વરસાદ
11 જુલાઈ : અમદાવાદ હવામાન વિભાગના નિયામક અશોક કુમાર દાસે જણાવ્યું હતું કે 11 જુલાઈના રોજ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, ભરૂચ, નવસારી, વલસાડ જિલ્લાઓમાં અને દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ, આણંદ, વડોદરામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુરમાં ભારે વરસાદનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
12 જુલાઈ : અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.
13 જુલાઈ : સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું હતું.
14 અને 15 જુલાઈ : નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં 14 અને 15 જુલાઈએ વરસાદ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.








