મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી: આજથી બે દિવસ 'ઓરેન્જ એલર્ટ'; 46 ડિગ્રી સુધી પહોંચી શકે છે તાપમાનનો પારો

વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સની અસર પુરી થતાં જ ગુજરાતમાં ઉનાળાએ અસલ મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે. ગુજરાતના 11 શહેરોમાં સરેરાશ તાપમાન

ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી: આજથી બે દિવસ 'ઓરેન્જ એલર્ટ'; 46 ડિગ્રી સુધી પહોંચી શકે છે તાપમાનનો પારો

વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સની અસર પુરી થતાં જ ગુજરાતમાં ઉનાળાએ અસલ મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે. ગુજરાતના 11 શહેરોમાં સરેરાશ તાપમાન 41 ડિગ્રીને પાર થયું હતું અને તેના પરથી જ આગ વરસાવતી ગરમીનો અંદાજ મેળવી શકાય છે. હિંમતનગરમાં 45 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમી નોંધાઇ હતી જ્યારે સુરેન્દ્રનગર, ડીસા, અમદાવાદ, ગાંધીનગરમાં 44 ડિગ્રીએ ગરમીનો પારો નોંધાયો હતો.

આજથી બે દિવસ 'ઓરેન્જ એલર્ટ'

હવામાન વિભાગની આગાહી અનુસાર, અમદાવાદમાં આગામી પાંચ દિવસ 42થી 44 ડિગ્રી વચ્ચે તાપમાન રહેશે. હવામાન વિભાગે અમદાવાદમાં શનિવાર-રવિવારના ઓરેન્જ એલર્ટ જ્યારે સોમવાર-મંગળવારના યલો એલર્ટ જાહેર કર્યું છે. 

બીજી તરફ હવામાન અંગે આાગાહી કરતા ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં 22 મે સુધી 44 ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે અને ત્યારબાદ પારો 46 સુધી પહોંચી શકે છે.

અબ કી બાર 46 કે પાર

ગુજરાતના મોટાભાગના શહેરમાં ગરમીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળશે. પોરબંદર, રાજકોટ, દ્વારકા, વલસાડ, સુરત સહિત રાજ્યના મોટાભાગના શહેરમાં આગામી પાંચ દિવસ હીટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અમદાવાદમાં 22મી સુધી તાપમાન 44 ડિગ્રીની આસપાસ રહેશે અને ત્યારબાદ પારો 46 ડિગ્રીએ પહોંચે તેવી સંભાવના છે.

આ સમાચાર શેર કરો