મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

છોટાઉદેપુરમાં દૂધી પકવતા ખેડૂતો પરેશાન, પૂરતા ભાવ ન મળતાં દૂધીના છોડ ઉખાડવા લાગ્યા

છોટાઉદેપુર જિલ્લા ખાસ કરીને ખેડૂતો કપાસ વેચવા જાય છે ત્યારે તેને યોગ્ય ભાવ મળતા નથી. કપાસની ખેતી કરતા કેટલાક ખેડૂતો ભાવની

છોટાઉદેપુરમાં દૂધી પકવતા ખેડૂતો પરેશાન, પૂરતા ભાવ ન મળતાં દૂધીના છોડ ઉખાડવા લાગ્યા

છોટાઉદેપુર જિલ્લા ખાસ કરીને ખેડૂતો કપાસ વેચવા જાય છે ત્યારે તેને યોગ્ય ભાવ મળતા નથી. કપાસની ખેતી કરતા કેટલાક ખેડૂતો ભાવની ઝંઝટમાંથી છૂટકારો મેળવવા માટે રોકડિયા પાક તરફ વળ્યાં છે. પરંતુ જાણે મુસીબતના વાદળો ખેડૂતોના માથેથી હટવા તૈયાર જ નથી. બોડેલી તાલુક ના સરગઈ દેશન વિસ્તારના ખેડૂતોએ દૂધીનું વાવેતર કર્યું છે. જ્યારે ઉપજ લઈ વળતર લેવાનો વારો આવ્યો ત્યારે ભાવ એટલા બધા નીચે જતા રહ્યા છે કે, ખેડૂત કરે તો શું કરે. વેપારી ખેડૂત પાસેથી 2થી ચાર રૂપિયે કિલો દૂધી માંગી રહ્યા છે. જેમાં તેને કરેલ ખર્ચનું વળતળ પણ મળી શકે તેમ નથી. જો ખેડૂત માર્કેટમાં વેચવા જાય તો માર્કેટમાં ભાવ એવા છે કે, દૂધી લઈને ગયેલા વાહનનું ભાડું પણ ખેડૂતને ન મળે. 

ખેડૂતોને યોગ્ય વળતર મળતું નથી

છોટાઉદેપુર જિલ્લામાં કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા હોય તો ખેડૂત ભાવ વધે ત્યારે અને પોતાના માલને જે તે સમયે વેચી શકે પણ કોલ્ડ સ્ટોરેજ ન હોય ખેડૂત ઉગાડેલ માલ ન છૂટકે ફેંકી દેવો પડતો હોય છે. આવી હાલત થઈ છે. શાકભાજી પકવતા ખેડૂતોની દૂધીને વેચવાની જગ્યાએ ખેતરમાંથી છોડ ઉખેડીને ફેંકી રહ્યા છે. તો કેટલાક પશુ માલિકો ખેતરમાંથી ફેંકેલો માલ તેમના વાહનમાં ભરીને લઈ જઈ રહ્યા છે. જેનો એક પણ પૈસો ખેડૂતને નથી મળી રહ્યો. પણ ખેડૂત તેના ખેતર ને સાફ કરવા માટે મફતમા પશુ માલિકોને આપી રહ્યો છે. 

બમણી આવકના દાવા પોકળ

સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરે છે. દિવસેને દિવસે ખેડૂત પાયમાલ થઈ રહ્યો છે. ત્યારે જગતના તાતની દયનીય હાલત ન કારણે બેંકો નથી લીધેલ લોનો ભરપાઈ ન કરી શકતા બેંકોનું લેણું દિવસેને દિવસે વધતું જઈ રહ્યું છે. જ્યારે ખેડૂતોની મોલ તૈયાર થાય છે. ત્યારે ખેડૂતો માલનો ભાવ નીચે આવે છે. સરકાર દ્વારા ખેડૂતોના શાકભાજી ખરીદવાની યોજના પણ નથી જેને લઇ ખેડૂત અસમંજસની સ્થિતિમાં મુકાયો છે.

આ સમાચાર શેર કરો