મોટા સમાચાર / કંડલા SEZમાંથી મળી આવ્યો હેન્ડ ગ્રેનેડ, તપાસ શરૂ
Kutch News : કચ્છમાં કંડલા બંદર - કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન - SEZમાંથી હેન્ડ ગ્રેનેડ મળી આવતા પોલીસ દોડતી થઇ છે.

Kutch News : કચ્છમાં કંડલા બંદર - કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન - SEZમાંથી હેન્ડ ગ્રેનેડ મળી આવતા પોલીસ દોડતી થઇ છે. ઘટનાની જાણ થતા પૂર્વ કચ્છ SP અને પોલીસ કાફલો ઘટનાસ્થળે આવી ગયા હતા અને આ ગ્રેનેડ કંડલા SEZમાં કેવી રીતે આવ્યો તેની તપાસ શરૂ કરી છે.
પ્રાથમિક માહિતી અનુસાર આ હેન્ડ ગ્રેનેડ US આર્મીનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. વિદેશમાંથી આયાત કરવામાં આવેલા વેસ્ટ કન્સાઈનમેન્ટમાંથી હેન્ડ ગ્રેનેડ મળી આવ્યો હોવાની જાણકારી મળી રહી છે.
આ પહેલા પિસ્તોલ પણ મળી આવી હતી
કંડલા SEZમાં આ પહેલા એક કન્સાઈનમેન્ટમાંથી પિસ્તોલ પણ મળી આવી હતી, જે એક્સપોર્ટ કરવામાં આવી હતી. મારુતિ એકપૉર્ટમાં કામ કરતા 38 વર્ષીય કર્મચારી શિવજી મહેશ્વરીએ કેનેડાથી આ પિસ્તોલ એકપૉર્ટ કરી હોવાનું સામે આવ્યું હતું.
મારુતિ એકપૉર્ટમાં કામ કરતા બે કર્મચારીઓએ જયારે કન્સાઈનમેન્ટમાંથી નીકળેલી આ પિસ્તોલ ચેક કરી રહ્યા હતા ત્યારે એક કર્મચારીથી ફાયરિંગ થતા બીજા કર્મચારીના પેટમાં ગોળી વાગી હતી. તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જો કે સર્જરી બાદ તે ગંભીર સ્થિતિમાંથી બહાર આવી ગયો હતો. પોલીસે આ મામલે પિસ્તોલ એક્સપોર્ટ કરનાર સામે ફરિયાદ નોંધી હતી.








