મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

MORBI / હળવદ પંથકમાં વીજચોરી કરનારા ત્રણ કારખાનેદારોને GUVNLએ ફટકાર્યો 2 કરોડ 12 લાખનો દંડ

Morbi News : મોરબી જિલ્લાના હળવદ પંથકમાં ટ્રાન્સફોર્મરમાં લંગર નાખી વીજચોરી ક

MORBI / હળવદ પંથકમાં વીજચોરી કરનારા ત્રણ કારખાનેદારોને GUVNLએ ફટકાર્યો 2 કરોડ 12 લાખનો દંડ

Morbi News : મોરબી જિલ્લાના હળવદ પંથકમાં ટ્રાન્સફોર્મરમાં લંગર નાખી વીજચોરી કરતા ત્રણ કારખાનેદારને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે. આ ત્રણેય  કારખાનેદારોને ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિ.-GUVNL તંત્ર દ્વારા 2 કરોડ 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. 

ટ્રાન્સફોર્મરમાં લંગર મારી મીટર ને બાયપાસ કરી વીજચોરી કરી રહ્યા હતા જેને GUVNLની વિજિલન્સ ટીમે રંગે હાથે ઝડપી પાડવામાં આવતા વીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો 

હળવદ શહેર તથા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ચોરી કરનાર તત્વો સામે GUVNL તંત્ર કડક કાર્યવાહી કરવામાં આવી છે. GUVNLના ADGP  તથા સુપ્રીમટેન્ડન્ટ એન્જીનીયરની સૂચના તથા માર્ગદર્શન હેઠળ તા.21 ની રાત્રે GUVNLના વિજિલન્સ અધિકારીઓએ પોલીસ સ્ટાફ સાથે વીજ ચેકીંગ હાથ ધર્યું હતું. 

વીજ ચેકીંગ દરમિયાન તાલુકાના મેરૂપર તથા સુંદેરગઢ ગામ ખાતે આવેલ લાભ મિનરલ્સ, લાભ ઇન્ડસ્ટ્રીઝ તથા ઉમા મિનરલ્સ નામના કારખાનામાં ટ્રાન્સફોર્મરમાં લંગર નાખીને  મીટરને બાયપાસ કરી વીજ ચોરી પકડી પાડવામાં આવી હતી. ત્રણેય કારખાનામાં મીટર તથા ટી.સી. ઉતારી લેવામાં આવ્યાં હતા અને ત્રણેય કારખાના માલિકોને 2 કરોડ 12 લાખ રૂપિયાના વીજ બિલ આપવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ બાબતે PGVCL કચેરીના સૂત્રોના જણાવ્યા અનુસાર ત્રણેય કારખાનાના માલિક સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે. વીજ ચેકીંગમાં અધધધ દંડની રકમ ની વાત પંથકમાં વાયુ વેગે પ્રસરી હતી તેથી વીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

આ સમાચાર શેર કરો