ગુજરાતની ધરા ફરી ધ્રુજી, સોનગઢના ઉકાઈ નજીક ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ
ભૂકંપનું નામ સાંભળતા જ ગુજરાતીઓમાં ધ્રુજારી આવી જતી હોય છે. ત્યારે નવેમ્બર બાદ ડિસેમ્બર

ભૂકંપનું નામ સાંભળતા જ ગુજરાતીઓમાં ધ્રુજારી આવી જતી હોય છે. ત્યારે નવેમ્બર બાદ ડિસેમ્બરમાં પણ ગુજરાતની ધરા ફરી ધ્રુજી છે. આ વખતે તાપી જિલ્લાના ઉકાઈ નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો છે. જેથી લોકોમાં ભારે ડરનો માહોલ પેદા થયો છે. લોકો ઘરના બહાર પણ થોડીવાર માટે દોડી આવ્યા હતાં. હાલ તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચોઃ હીરા ઉદ્યોગના ઈતિહાસની સૌથી મોટી મંદી! 17 લાખ રત્નકલાકારોના ભાવિ અધ્ધરતાલ
ઉકાઈ નજીક કેન્દ્ર બિંદુ
સોનગઢ તાલુકાના ઉકાઈ નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર 2 તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. બપોરના 1 વાગ્યાને 18 મિનિટે આંચકો લોકોએ અનુભવ્યો હતો. ઉકાઈના 5 કિલોમીટરના વિસ્તારમાં આંચકો નોંધવામાં આવ્યો હતો. સામાન્ય તિવ્રતાનો આંચકો હોવાથી કોઈ ઈજા જાનહાનિ સર્જાઈ નથી.
નવેમ્બર બાદ ડિસેમ્બરમાં આંચકા
નવેમ્બર મહિનામાં ઉત્તર ગુજરાતમાં પાટણ સહિત અન્ય જગ્યાઓએ ભૂકંપ આવ્યો હતો. અમદાવાદમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પાટણમાં આવેલા ભૂકંપનું કેન્દ્રબિંદુ પાટણથી 12 કિલોમીટર દૂર ચાણસ્મા તાલુકાના સેવાળા ગામમાં નોંધાયું હતું. આ ભૂકંપના આંચકા રાત્રે આવ્યા હતા. જ્યારે કચ્છ જિલ્લામાં આવેલા રાપર સહિત વાગડ વિસ્તારમાં ભૂકંપના આંચકા આવ્યા છે. ભૂકંપની તીવ્રતા 4.0ની હોવાનું સામે આવ્યું છે. કચ્છમાં રાપરથી લઈને ભચાઉ, ગાંધીધામ સહિતના વિસ્તારોમાં ભૂકંપના આંચકા આવ્યા છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 26 કિલોમીટર દૂર હોવાનું સામે આવ્યું છે. આ સિવાય વલસાડમાં પણ નવેમ્બર માસમાં આંચકા અનુભવાયા હતાં.








