ગુજરાતમાં અન્ય રાજ્યોની જેમ 300 યુનિટ સુધી મફત વીજળી મળશે? વિધાનસભામાં ઊર્જા મંત્રીએ આપ્યો જવાબ
ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોતરી કાળ ચાલી રહ્યો છે. નાણાં, ઊર્જા, પાણી પુરવ

ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોતરી કાળ ચાલી રહ્યો છે. નાણાં, ઊર્જા, પાણી પુરવઠા, અન્ન નાગરિક પુરવઠા, સહકાર સહિતના વિભાગોના પ્રશ્નોતરી કાળમાં ચર્ચા થઇ હતી. આ દરમિયાન ગુજરાતમાં 200થી 300 યુનિટ વીજળી મફત આપવાની યોજના વિશે સવાલ પૂછવામાં આવ્યો હતો જેનો ઊર્જા મંત્રી કનુભાઇ દેસાઇએ જવાબ આપ્યો છે.
ગુજરાતમાં મફત વીજળી આપવાની કોઇ યોજના નથી
ગુજરાત વિધાનસભા ગૃહમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ગુજરાતમાં મફત વીજળીને લઇને સવાલ પૂછ્યો હતો જેને ઊર્જા મંત્રી કનુભાઇ દેસાઇએ જવાબ આપ્યો હતો. ઊર્જા મંત્રીએ કહ્યું કે, ગુજરાતમાં 200થી 300 યુનિટ વીજળી મફત આપવા માટેની કોઇ યોજના નથી. સૂર્યઘર યોજના હેઠળ લોકોને 300 યુનિટ મફત વીજળી મળી શકે છે.
ગુજરાતમાં વીજળીને લઇને બજેટમાં શું જાહેરાત કરાઇ?
- ગુજરાતમાં બજેટમાં ખેડૂતોને દિવસે વીજળી આપવાની કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત 2175 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
- આદિજાતિ તથા અન્ય વિસ્તારોમાં નવા કૃષિ વિષયક વીજ જોડાણો આપવા માટે 987 કરોડની જોગવાઇ કરાઇ છે.
- સાગરખેડુ સર્વાગી વિકાસ યોજના હેઠળ નવા કૃષિ વિષયક વીજ જોડાણો આપવા માટે 132 કરોડ અને નવા સબ સ્ટેશનો સ્થાપવા માટે 250 કરોડની જોગવાઇ કરાઇ છે.
- રિવેમ્પ્ડ ડિસ્ટ્રીબ્યુશન સ્કીમ અંતર્ગત વીજ વિતરણ વ્યવસ્થાના સુદ્રઢીકરણ માટે માળખાકીય સુવિધાઓના અપગ્રેડેશન અને સ્માર્ટ મીટરની યોજના માટે 936 કરોડની જોગવાઇ કરાઇ છે.
- મોર્ડન ટેકનોલોજીનો ઉપયોગ કરી સાતત્યપૂર્ણ અને ગુણવત્તાયુક્ત વીજળી પુરી પાડવા વનબંધુ કલ્યાણ યોજના-2 હેઠળ 245 કરોડની જોગવાઇ કરાઇ છે.
- વીજળીની સલામતી અંગે જાગૃતિ ફેલાવવા, ગ્રીન એનર્જી ડેટા સેન્ટરના વિકાસ,એનર્જી ટ્રાન્ઝિશન અને ગ્રીન જોબ્સ માટે ક્ષમતા વિકાસ, પાયલટ પ્રોજેક્ટ, શક્યતા અધ્યયન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે 26 કરોડની જોગવાઇ કરાઇ છે.








