Heatwave / રાજ્યના આ 3 જિલ્લાઓમાં 44 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું, 6 જિલ્લાઓમાં યેલો એલર્ટ જાહેર
Gujarat Weather : રાજ્યના અનેક જિલ્લાઓમાં આકરી ગરમી પડી રહી છે. મહત્

Gujarat Weather : રાજ્યના અનેક જિલ્લાઓમાં આકરી ગરમી પડી રહી છે. મહત્તમ તાપમાન લાંબા સમય સુધી રહેવાના કારણે ઘરોની બહાર ભઠ્ઠી જેવું વાતાવરણ સર્જાય છે. શનિવારે રાજ્યના અનેક જિલ્લાઓમાં 44 ડિગ્રી સુધી તાપમાન નોંધાયું હતું. આ વર્ષે સૌથી વધુ મહત્તમ તાપમાન અમદાવાદ શહેરમાં 44.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.
આ 3 જિલ્લાઓમાં 44 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે શનિવારે રાજ્યના ઘણા શહેરો ભારે ગરમીની લપેટમાં હતા. અમદાવાદ, રાજકોટ, ડીસાનું મહત્તમ તાપમાન 44 ડિગ્રીની આસપાસ રહ્યું હતું.
ભાવનગર, સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, કચ્છ અને વલસાડમાં આગામી 5 દિવસ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એક દિવસ અગાઉ શુક્રવારે રાજ્યના ત્રણ જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રીથી વધુ નોંધાયું હતું. સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 44.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદ અને ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 44.2 ડિગ્રી નોંધાયું હતું.
6 જિલ્લાઓમાં યેલો એલર્ટ જાહેર
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 5 દિવસ વલસાડ, ભાવનગર, સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ અને કચ્છમાં હીટવેવનું એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 44.2 ડિગ્રી સેલ્સિયસ છે. અમદાવાદમાં આગામી 48 કલાક માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતનું સુરેન્દ્રનગર 48.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું.








