Gujarat news: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત બે દિવસ ગુજરાતની મુલાકાતે, જાણો શું છે સમગ્ર શિડ્યુલ
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત બે દિવસ ગુજરાતની મુલાકાતે આવવાના

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત બે દિવસ ગુજરાતની મુલાકાતે આવવાના છે. તો બીજી તરફ ગુજરાત ભાજપ આગમનને લઈને તૈયારીમાં લાગી ગયું છે. મળતા અહેવાલ પ્રમાણે કેન્દ્રીય ગૃહ મંત્રી 27 અને 28 ડિસેમ્બરે વતન મુલાકાતે આવવાના છે. 28 ડિસેમ્બરે શેલા ખાતે અત્યંત મહત્વપૂર્ણ ડ્રેનેજ પાઇપલાઇનનું લોકાર્પણ કરશે.
બપોરે 2 કલાકે ગુરુદ્વારા ગોવિંદધામ દર્શન કરશે
સાંજે 4 કલાકે વિશ્વ ઉમિયાધામ ખાતે આયોજિત યુવા બિઝનેસ મહાસંમેલનમાં આપશે હાજરી
સાંજે 6 કલાકે નમોત્સવમાં હાજર રહેશે
થોડા સમય અગાઉ શેલાના રહીશોએ અમિત શાહને કરી હતી રજૂઆત જે બાદ અમિત શાહે 600 કરોડના ખર્ચે ઝડપથી કાર્ય પૂર્ણ કરવાની ખાતરી આપી હતી. પકવાન સર્કલ ખાતે તૈયાર થયેલા આઇકોનિક S.G. હાઈવે પ્રોજેક્ટની પણ મુલાકાત લેવાની સાથે સાથે કેન્દ્રીય ગૃહ મંત્રીસાબરમતી નદી વિસ્તારમાં રહેતા લોકોને પુનર્વસન અને સર્ટિફિકેશન આપશે.








