મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Gujarat news: સૌથી વધુ સરકારી સ્કૂલો મામલે ગુજરાત ટોચના 10 રાજ્યોમાં પણ નહીં, 443 સ્કૂલોને લાગી ગયા ખંભાતી તાળા

ગુજરાતમાં સરકારી ‘સ્માર્ટ' સ્કૂલો શરૂ કરવાના દાવા ભલ

Gujarat news: સૌથી વધુ સરકારી સ્કૂલો મામલે ગુજરાત ટોચના 10 રાજ્યોમાં પણ નહીં,  443 સ્કૂલોને લાગી ગયા ખંભાતી તાળા

ગુજરાતમાં સરકારી ‘સ્માર્ટ' સ્કૂલો શરૂ કરવાના દાવા ભલે કરવામાં આવતા હોય પણ સરકારી સ્કૂલો પ્રત્યે તંત્રનું નીરસ વલણ હોવાનું સ્પષ્ટ જણાય છે. સૌથી વધુ સરકારી સ્કૂલો હોય તેવા ટોચના 14 રાજ્યોમાં પણ ગુજરાતનો સમાવેશ થતો નથી.

ગુજરાતમાં સરકારી સ્કૂલની સંખ્યા ફક્ત 34.5 હજાર

વર્ષ 2023-24માં સૌથી વધુ સરકારી સ્કૂલ હોય તેવા રાજ્યમાં ઉત્તર પ્રદેશ 1.37 લાખ સાથે મોખરે, મધ્ય પ્રદેશ 92439 સાથે બીજા, પશ્ચિમ બંગાળ 82307 સાથે ત્રીજા સ્થાને છે. બિહાર, રાજસ્થાન, ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢમાં પણ ગુજરાત કરતાં વધુ પ્રમાણમાં સરકારી સ્કૂલો છે. ગુજરાતમાં કુલ 34597 જેટલી સરકારી સ્કૂલો છે. 

કયા રાજ્યમાં કેટલી સરકારી શાળા? 

રાજ્ય સરકારી શાળા
ઉત્તર પ્રદેશ 1,37,102
મધ્ય પ્રદેશ 92,439
પશ્ચિમ બંગાળ 82,307
બિહાર 78,120
રાજસ્થાન 70,233
મહારાષ્ટ્ર 65,157
કર્ણાટક 49,306
છત્તીસગઢ 48,803
ઓડિશા 48,671
આસામ 45,008
આંધ્ર પ્રદેશ 45,000
તમિલનાડુ 37,672
ઝારખંડ 35,795
ગુજરાત 34,597

પાંચ વર્ષમાં 443 સરકારી શાળાને તાળા વાગ્યા

અધૂરામાં પૂરૂ પાંચ વર્ષમાં ગુજરાતમાંથી 443 જેટલી સરકારી સ્કૂલોને તાળા લાગ્યા છે. ગુજરાતમાં 2019-20માં 35040, 2020-21માં 34967, 2021-22માં 34699, 2022-23માં 34,951 જેટલી સરકારી સ્કૂલો હતી. 2022-23 કરતાં 2023-24માં સરકારી સ્કૂલોની સંખ્યા વધી હોય તેવા રાજ્યમાં બિહાર, છત્તીસગઢ, દિલ્હી, ઝારખંડ, રાજસ્થાન, તામિલનાડુ, તેલંગાણા, ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે.

આ સમાચાર શેર કરો