VIDEO: હેબતપુરમાં સરકારી શાળા ગામથી બે કિમી દૂર બનાવવાના નિર્ણયને લઈને ગ્રામજનોમાં રોષ
ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાંથી મોટા અહેવાલ સામે આવ્યા છે. જેમાં સુરેન્દ્રનગર જ
ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાંથી મોટા અહેવાલ સામે આવ્યા છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના હેબતપુર ગામમાં સરકારી શાળા બનાવવાના નિર્ણયને લઈને ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે. ગામમાં છ ઓરડાની સરકારી શાળા બનાવવાનો નિર્ણય લેવાયો હતો, પરંતુ શાળા ગામથી લગભગ બે કિલોમીટર દૂર બનાવવાનો પ્રસ્તાવ આવતાં ગ્રામજનોએ તેનો વિરોધ નોંધાવ્યો છે.
ગ્રામજનોનો તંત્ર પર ગંભીર આરોપ
ગ્રામજનોનું કહેવું છે કે આટલી દૂર શાળા બનાવવાથી વિદ્યાર્થીઓ, ખાસ કરીને નાના બાળકોને ચાલીને જવું પડશે, ગામથી બે કિલોમીટર દૂર શાળા બનાવવાના નિર્ણયને ગ્રામજનોએ નકારી કાઢ્યો હતો અને બાળકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે તેવો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.આ મુદ્દે ગ્રામજનોએ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ રજૂઆત અને માંગ કરી હતી.
પંચાયત દ્વારા ફાળવવામાં આવેલી જગ્યા પર બનાવવામાં આવે
શાળા ગામની અંદર જ પંચાયત દ્વારા ફાળવવામાં આવેલી જગ્યા પર બનાવવામાં આવે. ત્યારે આ મામલે તેમણે તાલુકા વિકાસ અધિકારી અને પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારીને ગ્રામજનોએ આવેદન પત્ર આપ્યું હતું તો બીજી તરફ ગામમાં આ મામલે બેઠક યોજાશે અને આંદોલન પણ કરીશું.






