મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Gujarat news: જાહેરનામા ગેઝેટમાં પ્રસિદ્ધ કરવા પૂરતા નહીં, તેને લોકો સુધી પહોંચાડો : ગુજરાત હાઈકોર્ટનું ફરમાન

ગુજરાત હાઈકોર્ટે એક મહત્ત્વના ચુકાદા મારફતે ગેરકાયદે હથિયારો, સ્ફોટક પદાર્થો સાથ

Gujarat news:  જાહેરનામા ગેઝેટમાં પ્રસિદ્ધ કરવા પૂરતા નહીં, તેને લોકો સુધી પહોંચાડો : ગુજરાત હાઈકોર્ટનું ફરમાન

ગુજરાત હાઈકોર્ટે એક મહત્ત્વના ચુકાદા મારફતે ગેરકાયદે હથિયારો, સ્ફોટક પદાર્થો સાથે નીકળવા સહિતના સહિતના પ્રતિબંધો લાદતા ક્રિમિનલ પ્રોસીજર કોડ-1973ની કલમ -144 અને ગુજરાત પોલીસ અધિનિયમનની કલમ 379(1) હેઠળ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેર કરવામાં આવેલા જાહેરનામાને રદબાતલ ઠરાવ્યા હતા. જસ્ટિસ એમ.આર મેંગડેએ પોતાના ચુકાદામાં સત્તાવાળાઓના આ પ્રકારના જાહેરનામાને લોકોના મૂળભૂત અધિકારોના ભંગ સમાન ગણાવ્યા હતા.

 જાહેરનામાને રદબાતલ ઠરાવ્યા હતા

વધુમાં હાઈકોર્ટે ભવિષ્યમાં આ પ્રકારના જાહેરનામાં જાહેર કરતાં પહેલાં તેની સોશિયલ મીડિયા, માસ કોમ્યિુનિકેશન્સ સહિત સબંધિત તમામ માધ્યમો મારફતે આ પ્રકારના જાહેરનામાઓની પૂરતી અને યોગ્ય પ્રસિદ્ધિ કરવા પણ સત્તાવાળાઓને ફરમાન કર્યું હતું. હાઈકોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, આ જાહેરનામા કાયમી ધોરણે લાગુ ના હોઈ શકે. હાઈકોર્ટે વધુમાં જણાવ્યું હતું કે સતત આદેશો જાહેર કરીને સત્તાવાળાઓ કલમ 144 હેઠળ નિર્ધારિત જાહેરનામા બે મહિનાની મહત્તમ સમયમર્યદા કરતાં વધુ સમય માટે પ્રતિબંધોને ચાલુ રાખ્યા હતા, જે દેખીતી રીતે કાયદાકીય જોગવાઈઓને ટાળવાના પ્રયાસ સમાન કહી શકાય.

હાઈકોર્ટે સુપ્રીમકોર્ટના સંબંધિત ચુકાદાને ટાંકતા સ્પષ્ટ કર્યું કે કલમ-144 હેઠળના આદેશો કે પ્રતિબંધો માત્ર તાકીદની પરિસ્થિઓને પહોંચી વળવા માટે છે, અને સત્તવાળાઓએ તેને છેલ્લા વિકલ્પ તરીકે જ લાગુ કરવો જોઈએ. હાઈકોર્ટે ગંભીર અવલોકનો કરતાં જણાવ્યું કે આ પ્રકારની પ્રથા અને જાહેરનામાઓ નાગરિકોના વિરોધ કરવાના અધિકારોને અસર કરે છે અને તેથી આ પ્રકારના જાહેરનામા જાહેર કરતાં પહેલા તેની બહોળી અને પૂરતી પ્રસિદ્ધિ ખાસ કરીને લોકો સુધી તેની જાણકારી હોય તે સહિતની પ્રક્રિયાનું અનુસરણ કરવું ખૂબ જરૂરી હોવાથી સત્તાવાળાઓએ ભવિષ્યમાં આ વાતનું ખાસ ધ્યાન રાખવું અને તેની અમલવારી કરવી. હાઈકોર્ટે સત્તાવાળાઓ દ્વારા સતત પુનરાવર્તિત અને ઘણીવાર કારણવિના આ પ્રકારના જાહેરનામા ઉપયોગ અને મનસ્વી કાર્યવાહી કરી નાગરિકોના મૂળભૂત અધિકાર ખાસ કરીને કાયદેસર અને શાંતિપૂર્ણ વિરોધ કરવાના અધિકારના ઉલ્લંઘન સમાન ગણાવ્યા હતા.

હાઈકોર્ટે સત્તવાળાઓને કડક તાકીદ કરતાં જણાવ્યું કે કલમ 144 હેઠળની સત્તાઓનો આશરો અન્ય ઉપલબ્ધ શાંતિ જાળવવાના પગલાં નિષ્ફળ ગયા પછી, છેલ્લા ઉપાય તરીકે જ લેવા જોઈએ. વળી વર્તમાન યુગમાં માત્ર સત્તાવાર ગેઝેટમાં કે તેમના લેવલે આવા જાહેરનામા કે આદેશો જાહેર કરી દેવા એ પુરતું નથી કારણ કે સમાન્ય માણસને તે સરળતાથી ઉપલબ્ધ હોતા નથી. તેથી હાઈકોર્ટે ભવિષ્યમાં આવા આદેશો કે જાહેરનામાં જાહેર કરતાં પહેલાં ફરજિયાતપણે તેના વ્યાપક પ્રચાર, સોશિયલ મીડિયા અને માસ કોમ્યુનિકેશન મારફતે આ આદેશો અને જાહેરનામાઓની પૂરતી અને બહોળી પ્રસિદ્ધિ સત્તાવાળાઓએ કરવાની રહેશે. 

સત્તાવાર ગેઝેટમાં જાહેરનામું જાહેર કરવું પૂરતું નથીઃ HC

વળી, વર્તમાન યુગમાં માત્ર સત્તાવાર ગેઝેટમાં કે તેમના લેવલે આવા જાહેરનામા કે આદેશો જારી કરી દેવા એ પૂરતું નથી. કારણ કે, હોતા નથી. તેથી હાઇકોર્ટે ભવિષ્યમાં આવા આદેશો કે જાહેરનામાં જારી કરતાં પહેલાં ફરજિયાતપણે તેના વ્યાપક પ્રચાર, સોશિયલ મીડિયા અને માસ કોમ્યુનિકેશન, સંદેશા સામાન્ય માણસને તે સરળતાથી ઉપલબ્ધ વ્યવહારના તમામ માધ્યમો સહિતના તમામ પ્લેટફોર્મ મારફતે આવા આદેશો અને જાહેરનામાઓની પૂરતી અને બહોળી પ્રસિદ્ધિ સત્તાધીશોએ કરવાની રહેશે.

આ સમાચાર શેર કરો