મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મોટા સમાચાર / ગુજરાત સરકારે નાણાં વિભાગના બે ક્લાસ-1 અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરી ઘરભેગા કર્યા

ગુજરાત સરકારે ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ શરૂ કરેલા અભિયાનમાં વધુ બે અધિકારીઓને

મોટા સમાચાર / ગુજરાત સરકારે નાણાં વિભાગના બે ક્લાસ-1 અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરી ઘરભેગા કર્યા

ગુજરાત સરકારે ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ શરૂ કરેલા અભિયાનમાં વધુ બે અધિકારીઓને ઘરભેગા કરી દીધાં છે.  ગુજરાત સરકારે નાણાં વિભાગના બે અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરી ઘરભેગા કર્યા છે. 

સરકારે આ બે અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કર્યા

1) દોલત પરશોત્તમભાઈ નેતા - ડેપ્યુટી કમિશનર (ક્લાસ-1), સેલ્સ ટેક્સ 

2) સંજય હસમુખભાઈ ગાંધી - ડેપ્યુટી કમિશનર (ક્લાસ-1), સેલ્સ ટેક્સ (સસ્પેન્ડેડ)

14 દિવસમાં 9 ઓફિસરોને ઘરેભગા કરાયા 

સરકારમા 14 દિવસમા ઇજનેરી કેડરમા સુપર ક્લાસ-1 જે.જે. પંડ્યા, સહકારી કેડરમાં  ક્લાસ-1 મનોજ એસ. લોખંડે, TDO બી.બી.સોલંકી, 3 પોલીસ ઇન્સ્પેક્ટર- PI, એક GAS, સેલ્સટેક્સના બે ક્લાસ-1 એમ કુલ મળી 9 ઓફિસરો સામે પ્રિમેચ્યોર રિટાયર્મેન્ટનો કોરડો વીંઝ્યો  છે. 

આ પણ વાંચો : DGP વિકાસ સહાયની મોટી કાર્યવાહી, 3 ભ્રષ્ટ PIને ફરજિયાત નિવૃત્ત કરી ઘરભેગા કરી દીધા

ગુજરાત સરકારમાં પહેલી વખત વર્ષ-2022ના રૂલ્સ હેઠળ જેમની સામે ખાતાકીય તપાસ ચાલતી હોય, શિક્ષાત્મક પગલાં લેવાયા હોય તેવા અધિકારીઓ માટે 50-55 વર્ષે સમીક્ષા કરી ફરજિયાત નિવૃતિ આપવાની  નીતિ ગત વર્ષે ડિસેમ્બરમાં અમલમાં મૂકાઈ હતી. જેના હેઠળ લોકસભા ચૂંટણી બાદ જૂન મહિનામાં આવેલા રિપોર્ટને આધારે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો