DGP વિકાસ સહાયની મોટી કાર્યવાહી, 3 ભ્રષ્ટ PIને ફરજિયાત નિવૃત્ત કરી ઘરભેગા કરી દીધા
રાજ્યના પોલીસ વડા DGP વિકાસ સહાયે મોટી કાર્યવાહી કરતા 3 ભ્રષ્ટ PIને નિવૃત્તિ પહેલાં જ ઘરભેગ

રાજ્યના પોલીસ વડા DGP વિકાસ સહાયે મોટી કાર્યવાહી કરતા 3 ભ્રષ્ટ PIને નિવૃત્તિ પહેલાં જ ઘરભેગા કરી દીધા છે. હાલ ગોંડલમાં ફરજ બજાવતા હથિયારી PI એફ.એમ.કુરેશી, અમદાવાદમાં ફરજ બજાવતા બિનહથિયારી PI ડી.ડી.ચાવડા અને બિનહથિયારી PI આર.આર.બંસલને ફરજીયાત નિવૃત્ત કરી દેવામાં આવ્યા છે. DGP વિકાસ સહાયે ફરજિયાત નિવૃત્તિના આદેશ કર્યા છે.
આ ત્રણેય પોલીસ અધિકારીઓ સામે એસીબીના કેસો ચાલતા હતા, આ ઉપરાંત અન્ય કેટલીક ગેરરીતિઓ પણ સામે આવી હતી. જેને લઈને રાજ્યના પોલીસ વડા DGP વિકાસ સહાયે તેમના પર આ કાર્યવાહી કરી છે.
અગાઉ સરકારે બે અધિકારીઓ જેમાં એક નર્મદા વિભાગ અને બીજા સહકાર વિભાગના અધિકારીને ફરજીયાત નિવૃત્ત કર્યા હતા, આ 3 PI સહિત ગુજરાત સરકારે એક અઠવાડિયામાં પાંચ અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરી ઘરભેગા કરી દીધા છે.






